જન્માંક, ભાગ્યાંક અને નામાંક - Sandesh

જન્માંક, ભાગ્યાંક અને નામાંક

 | 1:54 am IST

અંક-૭

વિધેયાત્મકઃ

શાંત, સંતોષી, ગંભીર, ઠાવકા, મિતભાષી, વફાદાર, વિશ્વાસ, જવાબદાર, સ્વતંત્ર, સાવધાન, મૌલિક, સત્તાવાહી, ચારિત્ર્યવાન, સંતુલિત, વિચારક, સંશોધક, અંર્તમુખી, કળાત્મક, બુદ્ધિશાળી, શાણા, પૃથક્કરણવાદી, મનોવિશ્લેષક, રહસ્યવાદી, ગહન વિષયોમાં રસ લેનારા ધાર્મિક, આધ્યાત્મિક, ઐતિહાસિક, સત્યશોધક, તપૃર્યા કરનારા, સંયમી, સમદર્શી, ક્લેરવોયન્સ, ટેલિપથી વગેરે અતિન્દ્રીય વિષયોમાં રસ લેનારા, કરકસરીયા, અંતઃસ્ફુરણાવાળા, અતડા, તત્ત્વવેત્તા, જૂનવાણી, કાર્યકુશળ, ચોક્કસ, કુનેહ, મુત્સદ્ીગીરી, પ્રમાણભૂત, માનમરતબો, મોભો.

નિષેધાત્મકઃ

શરમાળ, ધીમા, ઠંડા, નિંદક, આલોચક, સંશયી, નિષ્ઠુર, પ્રપંચી, કપટી, ઠગ, કઠોર, ભયભીત, મૂંઝવણવાળા, કઢંગા, અણઘડ, એકલવાયા, નર્વસ, આવેશશીલ, ગણતરીબાજ, યુક્તિબાજ, છિંદ્રાન્વેષી, મતલબી, ખંધા, લુચ્ચા, વધારે પડતા ગંભીર, પૂર્ણતાવાદી, આદર્શવાદી, આલોચક અને આત્મવિવેચક, સ્વચ્છંદી, સ્વેચ્છાચારી, આંતરિક સંઘર્ષ, એકલવાયા, વક્રદર્શી, અનુકૂળ ન બનનારા, શ્રદ્ધારહિત, વ્યંગ, કટાક્ષ અને ધાર્મિક વચનો બોલનારા, દમન, આત્મવંચના.

અંક-૮

વિધેયાત્મકઃ

ભલા, ઉદાર, સેવાભાવી, પરોપકારી, માનવતાવાદી, ઠાવકા, ખંતીલા, કાળજીવાળા, હિંમતવાન, સાહસિક, પ્રમાણિક, નિખાલસ, નિષ્કપટ, સત્યનિષ્ઠ, સ્વતંત્ર, સ્વાશ્રયી, નેતા, આધ્યાત્મિક, બીજાઓની લાગણીઓ પ્રત્યે સજાગ, વિવેકશક્તિ અને નિર્ણયશક્તિવાળા, વિશ્વસનીય, ગૂઢ વિષયોમાં રસ લેનારા, ઉપયોગીતાવાદી, ઈચ્છાશક્તિ, નિયમન, સંયમ, સત્તા અને ધનના શોખીન, શાણા, ડાહ્યા, ધંધાકીય સૂઝવાળા, સહિષ્ણુ, શિષ્ટાચારી, પારબ્ધવાદી, કીર્તિ, ભાગ્ય, સત્તા, પ્રભુત્વ, સંપૂર્ણતા, સમજશક્તિ, ચિત્તાકર્ષતા, સફળતા.

નિષેધાત્મકઃ

આપખુદ, સત્તાશાહી, મિથ્યાભિમાની, સ્વાર્થાંધિ, ઘાતકી, જુલ્મી, અવિચારી, ધન, સત્તા અને કીર્તિ પાછળ પાગલ, અસહિષ્ણુ, અધીરા, દ્વેષી, અદેખા, અન્યાયી, આક્રમક, લોભી, યુક્તિબાજ, તરંગી, વિચિત્ર, અનિશ્ચિત, ઢચુપચુ, ક્રાંતિકારી, નિર્બળ, નિર્ણયશક્તિ, વેરઝેર, દમન, શક્તિનો દુર્વ્યય, ચિંતા, નુકસાનનો ભય, જીવનમાં દુર્ઘટનાઓની શક્યતા.

અંક-૯

વિધેયાત્મકઃ-

બુદ્ધિશાળી, કલ્પનાશીલ, શક્તિશાળી, ઉદાર, શાંત, નેતા, સંશોધક, સર્જક રસિક, કામાતુર, જિજ્ઞાાસુ, પ્રેમાળ, દયાળુ, નિખાલસ, નિષ્કપટ, સાહસિક, ઉત્તેજક, રોમાન્ટિક, નાટકીય નિસ્વાર્થી, સેવાભાવ, પરોપકારી, માનવતાવાદી, ઉદાત્ત, કલા માટે સૂઝવાળા, સાધન સંપન્ન, સમજ શક્તિવાળા, લાગણીશીલ, લાગણીઓમાં ચંચળ, આવેશશીલ, કામાતુર, આધ્યાત્મિક, ચૈતસિક, શાંતિચાહક, સ્વતંત્ર, સંતુલિત, દૃઢ મનોબળ અને દૃઢ નિૃયબળવાળા, ગ્રહણશીલ, અતિથ્યભાવવાળા, દાની, વિશ્વમૈત્રી, વિશ્વપ્રેમ, સાર્વત્રિકતા, વ્યવસ્થાશક્તિ, જિજ્ઞાાસુ, અંતઃપ્રેરણા, અંતઃસ્ફુરણા, ભાગ્યવાદી, ચતુર.

નિષેધાત્મકઃ-

અસ્થિર, ચંચળ, અવ્યવહારુ, ઉદાસીન, બેફિકર, વિષાદમય, ગમગીન, અપ્રમાણિક, અનૈતિક, બગાડ કરનારા, તરંગી, છિદ્રાન્વેષી, અવિચારી, વગર વિચાર્યે સાહસમાં ઝંપલાવનારા, એકલવાયા, વધારે પડતા આશાવાદી, અસહિષ્ણુ, દિવાસ્વપ્ન સેવી, શેખચલ્લી, ઉતાવળીયા, આવેશશીલ, ટીકા પ્રત્યે અણગમો, તિરસ્કાર, શક્તિનો દુર્વ્યય, ગ્લાનિ, વધારે પડતા લાગણીશીલ, નિરાશ, હતાશ.