જન્માષ્ટમીમાં કરો મટકીની સુંદર સજાવટ - Sandesh
  • Home
  • Kids Corner
  • જન્માષ્ટમીમાં કરો મટકીની સુંદર સજાવટ

જન્માષ્ટમીમાં કરો મટકીની સુંદર સજાવટ

 | 12:41 am IST

જન્માષ્ટમી આવી રહી છે. સૌ કોઇ બાળ ગોપાલના વાજતે ગાજતે સ્વાગતની તૈયારીમાં લાગી ગયું. છે એવામાં તમે પણ કાનુડાને વધાવવા તૈયારીમાં લાગી ગયા હશો. કાનુડાને પ્રિય એવા માખણની મટકીને પણ સજાવવાનો અનેરો લહાવો છે. તો ચાલો આજે બાળ ગોપાલની મટકીને આપણે સરસ રીતે સજાવીએ. તેના માટે જોઇશે એક નાની મટકી, બોટલ કલર, રંગીન મોતીવાળી લેસ, રંગીન સ્ટોન. સૌ પ્રથમ મટકીને તમારા મનગમતા કલરથી રંગી લો. ત્યારબાદ મટકીની આજુબાજુ સફેદ કલરના રંગથી મટકીની ફરતે વેલની ડિઝાઇન બનાવો. તેના મોઢા પર અને નીચેની બાજુ રંગીન મોતી વાળી લેસ બાંધો. હવે મટકીને ફરતે અલગ-અલગ રંગમાં ફૂલના આકારના સ્ટોન ચાંેટાડો. તૈયાર છે તમારા કાનુડાની મટકી. તમે મટકીને બજારમાં મળતા બ્રોચની મદદથી પણ સજાવી શકો છો. તેમજ અલગ-અલગ ડિઝાઇનની લેસનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઉપરાંત તમે અલગ-અલગ આકારના કાચ લગાવીને પણ મટકીનું સુશોભન કરી શકો છો. મટકીની સજાવટમાં તમે કાનુડાને પ્રિય તેવા મોરપીંછનો પણ ઉપયોગ કરીને તેનું સુશોભન કરી શકો છો. મટકીને ફરતે તમે તમારું મનપસંદ ડ્રોઇંગ કરીને પણ મટકીની સજાવટ કરી શકો છો. આમ મટકી ઉપર અલગ-અલગ રીતે સજાવટ કરીને તમે જન્માષ્ટમીના તહેવારને વધારે ખાસ બનાવી શકો છો. તેમજ કાનુડાને ભાવતંુ માખણ તેમાં ભરીને તેને શેરીમાં કે ઘરની અંદર લટકાવો. જન્માષ્ટમીમાં મટકીને ફોડીને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે કાનુડાના વધામણાં કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન