ક્રિકેટરના આખા ચહેરા પર કેકનો લેપ, એવો હતો જ પ્રસંગ - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટરના આખા ચહેરા પર કેકનો લેપ, એવો હતો જ પ્રસંગ

ક્રિકેટરના આખા ચહેરા પર કેકનો લેપ, એવો હતો જ પ્રસંગ

 | 12:29 pm IST

ભારતીય ટીમના ઝડપી બોલર અને હાલમાં ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા ભુવનેશ્વરકુમારે 28માં જન્મ દિવસની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ક્રિકેટ જગતના દિગ્ગજોએ તેમને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ભુવનેશ્વરકુમારના સાથીઓએ દિવસની ઉજવણી એવી કરી હતી કે તેનો વીડિયો જોઈ હંસી પડશો. ક્રિકેટર મોહમ્મદ શામીએ તેમના ઈસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ અંગેનો વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જુનિયર ખેલાડીઓ ભુવનેશ્વરકુમારના ચહેરા પર કેક લગાવતા જોઈ શકાય છે. વીડિયો મુજબ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર મહેન્દ્રસિંહ ધોનીએ ભુવનેશ્વરકુમારને પાછળથી પકડી લીધા હતાં. ભુવનેશ્વરે કેક કાપતાં જ તેમની પાસે ઉભેલા અક્ષર પટેલ અને યજુવેન્દ્ર ચહલે તેમના આખા ચહેરા પર કેક ચોપડ્યું હતું. ખેલાડીઓએ તેમનો ચહેરો કેકથી સંપૂર્ણપણે છલકાવી દીધો હતો.