Birthday Girl Jacqueline, sometimes a TV reporter, is a big name in the industry today
  • Home
  • Photo Gallery
  • Birthday Girl Jacqueline, ક્યારેક હતી ટીવીની રિપોર્ટર, આજે ઈન્ડસ્ટ્રીમાં છે મોટું નામ

Birthday Girl Jacqueline, ક્યારેક હતી ટીવીની રિપોર્ટર, આજે ઈન્ડસ્ટ્રીમાં છે મોટું નામ

 | 11:42 am IST

જેકલીન ફર્નાન્ડીઝ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન રાખે છે. તેણે વર્ષ 2009માં અલાદીન ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી. ફિલ્મમાં તેણે અમિતાભ બચ્ચન અને રિતેશ દેશમુખ સાથે સ્ક્રીન શેર કરી હતી. જેકલીને ગત કેટલાક વર્ષોથી ભારતીય દર્શકોનું દિલ જીતી લીધું છે. તેના 34માં જન્મ દિવસ પર જણાવીશું અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સાથે જોડાયેલી કેટલીક રોચક વાત.

જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ 11 ઓગષ્ટ 1985 બહરીનમાં થયો હતો. જેકલીનના પૂર્વજ કેનેડા, મલેશિયા અને શ્રીલંકા જેવા દેશોથી સંબંધ રાખે છે.

શરૂઆતી કરિયરની વાત કરીએ તો માસ કોમ્યૂનિકેશનમાં ગ્રેજ્યુએશનનો કોર્શ કર્યા બાદ જેકલીને શ્રીલંકામાં ટીવી રિપોર્ટરનું કામ કર્યું હતુ.

જેક્લીને રિપોર્ટિંગ દરમિયાન જ શ્રીલંકામાં મોડલિંગ ઈન્ડસ્ટ્રી જોઈન કરી અને તે દિવસોમાં રેંપ વોક પણ કરતી હતી. જેકલીને 2006માં ‘મિસ શ્રીલંકા યૂનિવર્સ’નો એવોર્ડ જીત્યો હતો અને ‘મિસ યૂનિવર્સ’ની સ્પર્ધામાં શ્રીલંકાને રિપ્રેજંટ પણ કર્યું.

જેકલીન વર્ષ 2009માં મોડલિંગ માટે ભારત આવી હતી જે દરમિયાન તેણે સુજોય ઘોષે ‘અલાદીન’ ફિલ્મ ઓફર કરી હતી. ગત કેટલાક સમયથી જેકલીને પોતાની હિંદી પર ખુબ કામ કર્યું છે. તે સિવાય તે ઈંગ્લિશ, સ્પેનિશ, ફ્રેન્ચ અને અરબી પણ બોલી શકે છે.

જેકલીને મર્ડર 2, હાઉસફુલ 2, હાઉસફુલ 3, રેસ 2, જુડવા 2, બાઘી 2, રેસ 3 અને કિક જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક સંયોગ કહી શકાય કે જેકલીન ઘણી સારી સીક્વલ ફિલ્મોમાં કામ કરતી નજરે આવી ચૂકી છે.

જેકલીનના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો વર્ષ 2019માં તેની મૂવી ડ્રાઈવ રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન