Once Shahrukh Khan Made Fun Of Hrithik Roshan's Acting
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાળપણથી ઋતિક રોશનને હતી આ ગંભીર બીમારી, પાર્ટીમાં શાહરૂખે ઊડાવી હતી મજાક

બાળપણથી ઋતિક રોશનને હતી આ ગંભીર બીમારી, પાર્ટીમાં શાહરૂખે ઊડાવી હતી મજાક

 | 12:26 pm IST

બોલીવુડનો હેન્ડસમ હંક ઋતિક રોશન આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ઋતિક બોલીવુડનાં ફિટ એક્ટર્સની લિસ્ટમાં સામેલ છે. બોલીવુડને સુપરહિટ ફિલ્મ આપનાર ઋતિક રોશન બાળપણથી ગભીર બીમારીનો શિકાર બન્યો હતો, આ કારણે તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આજે ઋતિકનાં જન્મદિવસ પર અમે તમને તેની જિંદગી સાથે જોડાયેલી કેટલીક વાતો કહેશું.

 ઋતિક રોશને બાળકલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે

બોલીવુડનાં ચાર્મિંગ એક્ટર ઋતિક રોશનનાં દુનિયાભરમાં ઘણા ફેન્સ છે, પરંતુ શું તમે જાણો છો કે તેનું પુરુ નામ ઋતિક રાકેશ નાગરથ છે. ઋતિકને બાળપણથી અભિનયનો શોખ હતો, પરંતુ એક બીમારીનાં કારણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ઋતિક રોશને બાળકલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ઋતિકને બાળપણથી જ અટકી-અટકીને બોલવાની બીમારી હતી. આ બીમારીનાં કારણે તેના એક્ટિંગનાં કેરિયર પર વાદળ છવાયેલા હતા. ઋતિકનાં પિતા રાકેશ રોશન પણ તેને આ કારણે બોલતા હતા. તેઓ કહેતા કે એક્ટિંગ માટે સ્પષ્ટ રીતે બોલવું જરૂરી છે, પરંતુ ઋતિક લાઇન્સની વચ્ચે જ અટકવા લાગતો.

એક પાર્ટીમાં શાહરૂખ પાસે સિગરેટ માંગવા ગયો હતો ઋતિક

એક પાર્ટીમાં શાહરૂખ ખાન ખુણામાં ઊભો રહીને સિગરેટ ફૂંકી રહ્યો હતો. તેની સાથે એક-બે છોકરીઓ પણ ઊભી હતી. થોડીકવાર બાદ પાર્ટીમાં ઋતિક રોશન પહોંચ્યો અને જૈકલિન ફર્નાન્ડિસ સાથે વાતો કરવા લાગ્યો. થોડીકવાર પછી તેને સિગરેટ પીવાનું મન થયું તો ખબર પડી કે તે સિગરેટ ઘરે ભૂલીને આવ્યો છે. ઋતિકની નજર શાહરૂખ ખાન પર પડી. ઋતિક શાહરૂખ ખાન પાસે ગયો.

શાહરૂખે મજાક કરતા કહ્યું કે, “આ એક્ટિંગવાળી સિગરેટ છે”

શાહરૂખે ઋતિકને સિગરેટ આપી, પરંતુ એવી મજાક કરી કે તે વિચારમાં પડી ગયો. શાહરૂખે મજાક કરતા કહ્યું કે, “આ એક્ટિંગવાળી સિગરેટ છે. આ પીને તુ શીખી જઈશ કે એક્ટિંગ કઈ રીતે કરાય છે.” આ કહીને શાહરૂખે ઋતિકની ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’નાં ગીત ‘ઇક પલ કા જીના’ અંદાજમાં બંને હાથ ફેલાવ્યા. ઋતિક હસ્યો અને બોલ્યો, “તે મને સિગરેટ આપી ત્યારે મને સમજમાં આવી ગયું કે આ સ્ટાઇલ તે કઈ રીતે શીખી.” શાહરૂખ પણ હસવા લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન