B'day Spcl: કંઇક આવી રીતે મિતાલીએ લોકોને મહિલા ક્રિકેટ જોવા કરી દીધા મજબૂર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • B’day Spcl: કંઇક આવી રીતે મિતાલીએ લોકોને મહિલા ક્રિકેટ જોવા કરી દીધા મજબૂર

B’day Spcl: કંઇક આવી રીતે મિતાલીએ લોકોને મહિલા ક્રિકેટ જોવા કરી દીધા મજબૂર

 | 10:22 am IST

ભારતીય મહિલા ક્રિકેટની મજબૂત સ્તંભ મિતાલી રાજ સોમવારે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહી છે. 3 ડિસેમ્બર 1982માં રાજસ્થાનના જોધપુરમાં જન્મેલ મિતાલીએ 10 વર્ષની ઉંમરમાં બેટ હાથમાં પકડ્યો અને માત્ર ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી લીધી. મિતાલી પોતાની શાનદાર બેટિંગની મદદથી મહિલા ક્રિકેટને અહી તક લઈને આવ્યા જ્યાં લોકો તેમની બેટિંગ અને ટીમને મેદાન પર જોવા માટે મજબૂર થઈ ગયા. પોતાના 20 વર્ષના કરિયરમાં તેમને ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા, પરંતુ પાછલા કેટલાક દિવસોમાં તેમનું નામ કોચ રમેશ પોવાર સાથે વિવાદને લઈને સમાચારમાં રહ્યો.

કોચ રમેશ પવાર સાથે ચાલી રહેલ વિવાદના કારણે મિતાલીને પોતાની ઘણી ટીકા સાંભળવી પડી તો ઘણું બધુ તેમના પક્ષમાં પણ રહ્યું. ખેર,કોચ પોવારની છૂટ્ટી થા બાદ હવે આ વિવાદ ધીમે-ધીમે ઠંડો પડતો નજરે પડી રહ્યો છે. આ આખો વિવાદ મહિલા ટી20 વિશ્વ કપની સેમીફાઈનલમાં ટીમની સૌથી અનુભવી ખેલાડી મિતાલીને બહાર બેસાડવાને લઈને ઉભો થયો હતો.

ડેબ્યૂ મેચમાં જ ફટકારી દીધી હતી શતક

ભારતની આ દિગ્ગજ ખેલાડીએ જૂન 1999માં આર્યલેન્ડ વિરૂદ્ધ વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું અને પોતાની પ્રથમ મેચમાં જ તેમને અણનમ 114 રનોની ઈનિંગ રમીને ટીમમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી લીધી હતી. 2001માં મિતાલીએ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝની કરિયરની શરૂઆત કરી હતી. વનડે ઉપરાંત તેમને શાનદાર બેટ્સમેનને રૂપમાં ટેસ્ટ ટીમમાં પણ પોતાની જગ્યા સુનિશ્ચિત કરી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં કરિયરના ત્રીજી મેચમાં જ તેમને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો. આ મેચ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ હતી, જ્યાં મિતાલીએ સૌથી લાંબી ટેસ્ટ ઈનિંગ રમવાનો રેકોર્ડ બનાવી દીધો. આ મેચમાં તેમને 407 બોલ પર 214 રન બનાવ્યા અને ક્રિઝ પર 598 મીનિટ ઉભા રહ્યા હતા.

6 હજારથી વધારે રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર

મિતાલી રાજ એવી પ્રથમ મહિલા ક્રિકેટર છે, જેમને વનડેમાં 6 હજાર અથવા તેનાથી વધારે રન બનાવ્યા. તે ઉપરાંત વનડે ક્રિકેટમાં સતત સાત વખત અર્ધશતકીય ઈનિંગ રમનાર પ્રથમ ક્રિકેટર છે. 20 વર્ષના ક્રિકેટ કરિયરમાં તેને 100 ટેસ્ટ મેચ, 197 વનડે અને 85 ટી-20 મેચ રમ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 1 શતક અને 4 અર્ધશતક ફટકારી, જ્યારે વનડેમાં 7 શતક અને 51 અર્ધશતકીય ઈનિંગ રમી છે. ટી-20માં શતક ફટકારવાનો ખાતો હજું ખોલ્યા નથી પરંતુ 17 અર્ધશતક ફટકારી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન