Birthday Special poonam dhillon birthday special unknown facts
  • Home
  • Featured
  • Photos: બોલીવુડની ખુબસુરત અભિનેત્રી પૂનમ ધિલ્લોનનો આજે જન્મદિવસ

Photos: બોલીવુડની ખુબસુરત અભિનેત્રી પૂનમ ધિલ્લોનનો આજે જન્મદિવસ

 | 10:12 am IST

બોલીવુડની એકટ્રેસ પૂનમ ધિલ્લોન આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. નાના પડદાથી લઈને મોટા પડદા સુધી તેની એક્ટીંગનો જાદૂ ચાલ્યો હતો. પૂનમની લવ સ્ટોરી ખુબજ ચર્ચામાં રહી હતી. 80ના દશકમાં પૂનમના સિતારાઓ બુલંદીઓ પર હતા. ત્યારે તેણે ડાયરેક્ટર રાજ સિપ્પી સાથે લવ હતો.

રાજ અને પૂનમની મુલાકાત એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યારથી બંને વચ્ચે લાગણી બંધાઈ હતી. પણ રાજ પહેલેથી જ લગ્ન કરી ચુક્યા હોવાથી કેટલાક સમય બાદ બંને અલગ થઈ ગયા. પૂનમ મક્કમ હતી અને રાજ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી જ્યારે રાજ તેના પરિવારને છોડવા માંગતો ન હતો. આજ કારણે સમય જતાં આ કપલ જુદૂ થઈ ગયુ.

પૂનમે 1988માં ફિલ્મ પ્રોડ્યુસર અશોક ઠાકરિયા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમયમાં બંને અલગ થઈ ગયા. 1997માં તેમના તલાક થઈ ગયા. તેમના બે બાળકો છે. પૂનમ હાલ પોતાના બાળકો સાથે અલગ રહે છે.

પૂનમે ફક્ત 16 વર્ષની ઉંમરે મિસ ઈંડિયાનો ખિતાબ મેળવ્યો હતો. પોતાની કેરિયરની શરૂઆતમાં પૂનમ ધિલ્લોન યશ ચોપડાના ઘરે રહેતી હતી.પૂનમે 80થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આ યાદીમાં કાલા પથ્થર, બીબી ઓ બીબી, યે તો કમાલ હો ગયા, તેરી મહેરબાનિયાં. કસમ, સોની મહિવાલ, દર્દ, નિશાન, જમાના, રેડરોઝ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન