Birthday special shah rukh khan pics interesting story
  • Home
  • Featured
  • Photos: બોલિવૂડ સુપરસ્ટાર કિંગખાન શાહરૂખનો આજે જન્મદિવસ, એક ઝલક માટે દર્શકો આતુર

Photos: બોલિવૂડ સુપરસ્ટાર કિંગખાન શાહરૂખનો આજે જન્મદિવસ, એક ઝલક માટે દર્શકો આતુર

 | 8:50 am IST

બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે તેનો 54મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી સફળ એકટર્સ એવા શાહરૂખ ખાન પોતાની લાંબી ફિલ્મી કેરિયર અને સફળ ફિલ્મોને લઈને માઈલસ્ટોન છે. કેટલીક એવી ફિલ્મો છે જેના ડાયલોગ્સ હંમેશા માટે દર્શકોના માનસપટ પર અંકિત થઈ ચુક્યા છે.

આજે શાહરૂખને કોઈ ઓળખાણની જરૂર જ નથી બોલિવુડમાં કિંગખાન તરીકે પ્રસિદ્ધ અસલી જિંદગીમાં પણ કિંગખાન જ છે. બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલ રહે છે. પત્ની ગૌરી પુત્ર આર્યન, અબરામ અને પુત્રી સુહાના તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નહીં પોતાના દમ પર આ દિગ્ગજ કલાકારે ખુબજ મહેનત કરીને નામ અને સફળતા પ્રાપ્ત કરી છે. શાહરૂખની સફળતાની સ્ટોરી આપણે સૌ જાણીએ છીએ. સફળતાના પર્યાય ગણાતા શાહરૂખ ખાન લતીફ ફાતિમા ખાન અને તાઝ મોહમ્મદ ખાનના પુત્ર છે. ખુબજ નાની ઉંમરે શાહરૂખે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. બાળપણ ખુબજ ખરાબ પરિસ્થિતિમાં ગયુ છતા મનમાં નક્કી નિર્ધાર કર્યો કે આગળ વધવુ છે અને શાહરૂખની મહેનત રંગ લાવી.

શાહરૂખે 1980ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે.

શાહરૂખની શ્રેષ્ઠ જાણીતી ફિલ્મો જેમ કે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે , કુછ કુછ હોતા હૈ , ચક દે ઇન્ડિયા અને ઓમ શાંતિ ઓમ બોલીવુડની સૌથી મોટી હીટ ફિલ્મો બની રહી હતી, જ્યારે ફિલ્મ જેવી કે કભી ખુશી કભી ગમ , કલ હો ના હો , વીર-ઝારા અને કભી અલવિદા ના કહેના વિદેશી બજારોમાં ટોચના ઉત્પાદનો બની ગઇ હતી, અને ખાનને હિન્દી સિનેમામા અત્યંત સફળ અભિનેતાઓમાંના એક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. બોલિવુડના કિંગખાનને જન્મદિવસની શુભેચ્છા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન