birthday special yami gautam wanted to become ips officer
  • Home
  • Entertainment
  • Bollywood
  • IPS ઓફિસર બનવું હતું, કાયદાનો અભ્યાસ કરીને બની ગઈ અભિનેત્રી

IPS ઓફિસર બનવું હતું, કાયદાનો અભ્યાસ કરીને બની ગઈ અભિનેત્રી

 | 12:00 pm IST
  • Share

  • હિમાચલ પ્રદેશમાં ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે બર્થડે ગર્લ  

  • સામાજિક કાર્યોમાં પણ યામી ગૌતમને ખૂબ જ રસ છે

યામી ગૌતમ આજે એટલે કે 28 નવેમ્બરે 33 વર્ષની થઈ ગઈ છે, લગ્ન બાદ તે પોતાનો પહેલો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં જન્મેલી અભિનેત્રી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી અને તેનો પ્રારંભિક અભ્યાસ હિમાચલ પ્રદેશથી થયો હતો.

યામી ગૌતમે એક્ટિંગની દુનિયામાં પ્રવેશતા પહેલા ચંદીગઢમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો. યામી એક સમયે આઈપીએસ ઓફિસર બનવા માંગતી હતી, પરંતુ તેણીએ પછીથી અભિનય તરફ વળવાનું નક્કી કર્યું અને મુંબઈ આવીને અભિનયમાં પોતાની કારકિર્દી બનાવી.

ફિલ્મ વિકી ડોનરથી કરી બોલિવૂડમાં એન્ટ્રી

ચાહકોમાં ‘નેચરલ બ્યુટી’ના નામથી જાણીતી યામીએ પોતાના કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત ‘ચાંદ કે પાર ચલો’ સીરિયલથી કરી હતી. યામી ગૌતમે કન્નડ ફિલ્મ ઉલ્લાસ ઉત્સવથી ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. તેની આ ફિલ્મ વર્ષ 2009માં આવી હતી. આ પછી યામી ગૌતમે પંજાબી અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

યામીએ પોતાના કામથી પોતાની ઓળખ બનાવી અને બોલિવૂડમાં પહોંચી. યામી ગૌતમે ફિલ્મ વિકી ડોનરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે આયુષ્માન ખુરાના સાથે મુખ્ય ભૂમિકામાં હતી. યામી ગૌતમ સાથે કામ કરનારા લોકો ઘણીવાર કહે છે કે તેમને દરેક વાત સ્પષ્ટ અને સીધી સાંભળવી ગમે છે.

આવતા વર્ષે યામી ગૌતમ ઇન્ડસ્ટ્રીમાં પોતાના 10 વર્ષ પૂરા કરી લેશે. અભિનેત્રી યામી ગૌતમે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ઈન્ડસ્ટ્રીમાં ગોડફાધર ન હોવા અને પોતાની કારકિર્દી જાતે જ બનાવવાની વાત કરી હતી.

પરિવારને ગણાવે છે સપોર્ટ સિસ્ટમ

તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘હું પોતે જ પોતાની ગોડફાધર છું.’ તેણે એમ પણ કહ્યું કે મારો પરિવાર હતો જે મારા જીવનમાં સપોર્ટ સિસ્ટમ રહ્યો છે. યામીના મતે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ક્યારેય સંપૂર્ણ રીતે સમજી શકાતી નથી.

તેણે કહ્યું હતું કે લોકો હંમેશા કરિયર માટે તમને સલાહ આપતા હોય છે. પરંતુ એ તમારે નક્કી કરવાનું છે કે તે સલાહોને અપનાવવી કે છોડવી. યામીએ કહ્યું હતું કે મારે હંમેશા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું છે અને સારી સ્ક્રિપ્ટ પસંદ કરવી છે.

યામી ગૌતમને સામાજિક કાર્યોમાં ખૂબ જ રસ છે. તે લાંબા સમયથી ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. યામી ગૌતમે હિમાચલ પ્રદેશમાં જમીન લઈને ગ્રીન હાઉસ પણ બનાવ્યું છે અને ત્યાં તે ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે. તેણે આ વર્ષે 4 જૂને ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો