બિટકોઈન સોનાની જગ્યા નહીં લઈ શકે... ! સોનાની હરીફાઈમાં બિટકોઈન હારી જશે... ! - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • બિટકોઈન સોનાની જગ્યા નહીં લઈ શકે… ! સોનાની હરીફાઈમાં બિટકોઈન હારી જશે… !

બિટકોઈન સોનાની જગ્યા નહીં લઈ શકે… ! સોનાની હરીફાઈમાં બિટકોઈન હારી જશે… !

 | 4:45 am IST

બુલિયન વોચઃ નલિની પારેખ

વિશ્વ બજારમાં આજકાલ સૌ કોઈ બિટકોઈનના ક્રિપ્ટો કરન્સી પાછળ ગાંડાની જેમ ભાગી રહ્યા છે અને તેમાં રોકાણ કરીને અધધ પ્રમાણમાં પૈસા કમાવાની પ્રક્રિયા અપનાવી રહ્યા છે, પરંતુ તેઓ આ બિટકોઈન પ્રત્યેનો મોહ છલનાત્મક છે તે સમજવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. સોના સામે મોટો પડકાર ઊભો કરીને પોતાના ભાવના ઉછાળાથી સૌને આંજીને દિગ્મૂઢ બનાવવાના પ્રયત્ન કરે છે.

બિટકોઈનનું રહસ્યમય અજાણ નામ ક્યારે અને કેવી રીતે પ્રચલિત થયું તેના ઈતિહાસની કોઈને જાણ નથી છતાં ૨૦૦૦ના વર્ષમાં અમેરિકામાં બિટકોઈન ક્રિપ્ટો કરન્સી શરૂ થઈ તેવી માહિતી મળે છે. આ ૨૦૧૭ના વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી માસમાં બિટકોઈનનો ભાવ ૧૦૦૦ ડોલરનો હતો તે ડિસેમ્બર-૧૫ના રોજ ૨૦,૦૦૦ ડોલરનો ભાવ ક્વોટ કરતો હતો. અહીં સોમવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચોખવટ કરી કે તેઓએ બિટકોઈનના ચલણને માન્યતા નથી આપી. ત્યારે બિટકોઈનને અમેરિકા, કેનેડા તથા જાપાને માન્યતા આપી છે. રિઝર્વ બેન્ક ઈન્ડિયાના સ્ટેટ ફાઈનાન્સ મિનિસ્ટર પોન રાધાક્રિષ્ણને બિટકોઈનના હોલ્ડર, તેનો વ્યવહાર કરનાર વેપારીઓ તથા ફાઈનાન્સરોને ચેતવ્યા છે કે, તેઓ આવા ક્રિપ્ટો કરન્સી બિટકોઈનને નાણાકીય વ્યવહારમાં કાયદાકીય ચલણને માન્યતા નહીં મળતા તેના જોખમી પરિણામોથી સચેત રહે. ઉપરાંત ઈન્કમટેક્સ વિભાગે સોમવારે લગભગ ૪થી ૫ લાખ વ્યક્તિને આ બિટકોઈનના ચલણના વ્યવહાર માટે નોટિસ પાઠવીને ગેરકાયદે ચલણનું કામકાજ કરવા સામે કાયદાકીય પગલાં ભરવાનું નક્કી કર્યું છે. આવી લેતીદેતીમાં તેઓ ટેક્સની ચોરી કરીને ટેક્સ બચાવવાનું ગુનાકીય કૃત્ય કરીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેવું જણાવતા ટેક્સ અધિકારીઓએ ૨૦ લાખ જેટલા સોદાઓ પકડી પાડયા છે અને તેમની સામે કાયદાકીય પગલાં ભરવાનું નક્કી કર્યું છે. આ બિટકોઈનનો ઘણોખરો વ્યવહાર કાળા નાણાંમાં થઈ રહ્યો છે, પરંતુ આવી ડિજિટલ કરન્સીના વ્યવહારની સામે ભય દાખવીને તેમાં સલામતીનું જોખમ રહેલું છે તેવું જણાવતા ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સના ચીફ ઓફિસ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર એ. કે. શ્રીધર ઉમેરે છે કે, લોકો બિટકોઈનને પરપોટો ગણે છે તથા એ પરપોટા પાછળ કશુંક રંધાઈ રહ્યું છે તેની વાસ સૌને આવે છે અને આ પરપોટો ફૂટતા લોકોનું રોકાણ કેટલું ઘટશે અથવા તેનો કડાકો કેટલો બોલશે તે તો પરમાત્મા જ જાણે.

ક્રિપ્ટો કરન્સીમાં માત્ર બિટકોઈન એક જ ચલણ નથી કે જેમાં અચાનક મોટો ઉછાળ આવ્યો છે. તેમાં અન્ય ઘણાં (ચલણો) ક્રિપ્ટો કરન્સીમાં વધઘટ નોંધાઈ છે જેનો ચાર્ટ દર્શાવે છે કે, બિટકોઈન સિવાયના ચલણમાં પણ તેનાથી વધુ ઉછાળો જોવા મળ્યો છે, પરંતુ વિશ્વના ઘણાખરા દેશો આવી ક્રિપ્ટો કરન્સીને માન્યતા નથી આપી (આ ચલણ વર્ચ્યુઅલ (કાલ્પનિક) ચલણ છે). એક લાખ રૂપિયાનું રોકાણ કરીને લોકોને આવી ક્રિપ્ટો કરન્સીમાં કેટલો નફો બંધાયો તેની વિગતો અને તેમાં બિટકોઈનથી વધુ નફો મળ્યો છે.

 

ઉપરાંત દ્ય કારડાનો ચલણમાં ૭૫૫ ટકાનો વધારો દ્ય અત્યારે ચલણમાં ૫૬૯ ટકાનો વધારો દ્ય રિપલ ચલણમાં ૨૬૬ ટકાનો ઉછાળો દ્ય નેમ ચલણમાં ૧૪૧ ટકાનો ઉછાળો નોંધાયો છે.

ઉપરોક્ત ક્રિપ્ટો કરન્સીનું કોઈ આગળ પાછળ નથી કે નથી કોઈ માઈ-બાપ. આ તો ધનાઢય લોકોના પૈસાનો ખેલો તથા સટ્ટાકીય રમત છે. આમાં અમેરિકા, કેનેડા તથા જાપાનની માન્યતા મળી છે. જે બિટકોઈનની મહત્ત્વતા વધારશે છતાં સોના સામે તેની મહત્ત્વતા ઝાંખી પડશે અને તે ચલણ પર અવિશ્વાસનાં વાદળો ઘેરાશે.

ત્યારે સોનાને અનેક વર્ષોથી ચલણ તરીકેની માન્યતા સાંપડેલી છે. સોનાને હાજર ખરીદી કરીને સેફ ડિપોઝિટ વોલ્ટમાં રાખી શકાય છે. લોકો સોના પર વિશ્વાસ મૂકે છે અને સોનું એ સ્વર્ગ સમું રોકાણ છે અને તેમાં સલામતી છુપાયેલ છે તથા આર્થિક કટોકટી સમયે દરેક લોકોને કામ આવે છે. ઉપરાંત નાણાકીય મદદ મેળવી આપે છે. માત્ર નજીવા ભાવફેરે સોનાને ગમે ત્યારે વિશ્વના કોઈ પણ ખૂણે તેના નાણાં ઊભા થઈ શકે છે ત્યારે બિટકોઈન જેવા લેભાગુ ચલણનો વધારો પરપોટા જેવો છે જે તમોને ઘડીકમાં તવંગર બનાવી શકે છે અને ઘડીકમાં તમોને ગરીબ બનાવી શકે છે. આવી ચંચળ ક્રિપ્ટો કરન્સીને વિશ્વની ઘણી સરકારો માન્યતા નથી આપતી અને ભવિષ્યમાં આપશે કે નહીં તે વિશે શંકા છે. લોકો આવા રોકાણમાં ક્યાં ખોવાઈ જશે તથા તમારા નાણાં કયાં અટવાઈ પડશે તે તો સમય જ કહેશે. માટે કુશળ અને અનુભવી લોકો સોના પર વિશ્વાસ રાખીને તેના ભાવની વધઘટને મહત્ત્વતા ન આપતા તેના ધીમી ગતિ વધતા ભાવોને આવકારજો… તારતમ્યમાં જણાવવાનું કે બિટકોઈન સોનાનું સ્થાન નહીં પ્રાપ્ત કરી શકે…!