Bitcoin uses more electricity than the entire nation of Philippines
  • Home
  • Business
  • તમે જાણીને અચંબામાં પડી જશો કે બિટકોઇન પાછળ થાય છે અધધ વીજળીનો વપરાશ?

તમે જાણીને અચંબામાં પડી જશો કે બિટકોઇન પાછળ થાય છે અધધ વીજળીનો વપરાશ?

 | 9:44 am IST
  • Share

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ક્રિપ્ટોકરન્સી દુનિયામાં સૌથી વધુ દિલચસ્પ પરંતુ જટિલ રોકાણ તરીકે ઉભરી આવી છે. તેના ભાવમાં વોલેટાલિટી જોવા મળી રહે છે. કયારેક તેનો ભાવ એકદમ આસમાનમાં તો કયારેક એકદમ ધડામ કરતાં પછડાય છે. ક્રિપ્ટોકરન્સીના પ્રશંસકોનો દાવો છે કે ભવિષ્યમાં આ ડોલર, રૂપિયા કે રૂબલ જેવી પારંપરિક મુદ્રાઓની જગ્યા લઇ લેશે. ક્રિપ્ટોકરન્સીમાં સૌથી વધુ લોકપ્રિય નામોમાંથી એક બિટકોઇન છે. બિટકોઇનના માઇનિંગમાં વીજળીનો વપરાશ થાય છે. આખું ફિલિપાઇન્સન જે વીજળીનો ઉપયોગ કરે છે તેટલો ખર્ચ બિટકોઇનના માઇનિંગમાં થાય છે.

વિભિન્ન જગ્યાઓથી ડેટા એકત્રિત કરીને ન્યૂયોર્ક ટાઇમ્સે એક રિપોર્ટમાં કહ્યું છે કે બિટકોઇન બનાવાની પ્રક્રિયામાં વાર્ષિક અંદાજે 96 ટેરાવોટ-કલાકની વીજળી ખર્ચ થાય છે. આ લગભગ 11 કરોડ લોકોની વસતીવાળા દેશ ફિલિપાઇન્સ દ્વારા વપરાતી વીજળીની માત્રા કરતાં પણ વધુ છે. બિટકોઇન માઇનિંગમાં થનાર વીજળી વપરાશ આખી દુનિયામાં વપરાતી વીજળીની માત્રાના લગભગ અડધો ટકા છે. કહેવાય છે કે છેલ્લાં પાંચ વર્ષમાં બિટકોઇનમાં વીજળીનો ઉપયોગ લગભગ દસ ગણો વધી ગયો છે. બિટકોઇન નેટવર્ક લગભગ એટલી જ વીજળીનો ઉપયોગ કરે છે જેટલો કે વોશિંગ્ટન રાજ્ય એક વર્ષમાં કરે છે. જ્યારે ગૂગલના તમામ વૈશ્વિક સંચાલનોમાં વીજળીની વપરાશની તુલનામાં સાત ગણી વધુ વપરાય છે.

આખરે બિટકોઇન કેમ આટલી બધી વીજળી ખાઇ જાય છે?
પરંપરાગત પ્રકારના પૈસા કોઇપણ રીતે ઉપયોગ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર નથી. બેન્ક, ક્રેડિટ નેટવર્ક અને અન્ય વચેટિયા તેના પર નિયંત્રણ કરી શકે છે. પરંતુ બિટકોઇનની સાથે આવું નથી. બિટકોઇન યુઝર્સને કોઇ ત્રીજા પક્ષ પર વિશ્વાસ કરવાનો નથી જેમ કે બેન્ક, સરકાર વગરે. તેના લીધે તેની લેવડદેવડનું મેનેજમેન્ટ બિટકોઇન યુઝર્સના ડિસેંટ્રલાઇઝડ નેટવર્ક દ્વારા કરાય છે. એટલે કે કોઇપણ વ્યક્તિ કે સંસ્થા તેને નિયંત્રિત કરી શકતા નથી.

બધા જ બિટકોઇનની લેવડદેવડ ખુલ્લેઆમ એક જાહેર ખાતાવહીમાં રખાય છે. જેની કોઇપણ તપાસ કરી શકે છે. આ વિશાળ કોમ્પ્યુટરીકૃત બિટકોઇન સાર્વજનિક ખાતાવહીના મેન્ટેનન્સ પર ખૂબ જ વધુ ઇલેક્ટ્રિકલ એનર્જી ખર્ચ થાય છે.

રેકોર્ડ સિસ્ટમે વધાર્યો વીજળી વપરાશ
બિટકોઇનમાં લેવડદેવડ માટે સૌથી પહેલાં બિટકોઇન નેટવર્ક દ્વારા વેલિડેટ કરાય છે. દુનિયાભરમાં બિટકોઇન માઇનર્સ તરીકે ઓળખાતી કંપનીઓ અને વ્યક્તિ, બિટકોઇન લેવડદેવડને વેલિડેટ કરવા અને તેને જાહેર ખાતાવહીમાં નોંધાવા માટે પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. તેઓ મૂળરૂપથી અનુમાન લગાવા માટે રમ રમે છે. પાવરફુલ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને બીજાને માત આપવાની કોશિશ કરે છે. કારણ કે જો તેઓ સફળ થાય છે તો તેને નવા ક્રિએટ કરાયેલા બિટકોઇનથી પુરસ્કૃત કરાય છે જે ચોક્કસ પણે ખૂબ જ બધા પૈસા બરાબર છે. નવ નિર્મિત બિટકોઇન માટે આ પ્રતિયોગિતાને માઇનિંગ કહેવાય છે. તમારી પાસે જેટલું વધું અને શક્તિશાળી કોમ્પ્યુટર પાવર હશે તમે એટલું જ વધુ ઝડપથી અનુમાન લગાવી શકો છો અને આ રીતે વીજળીનો વપરાશ વધી જાય છે.

બિટકોઇન માઇનિંગ માટે આજે અલગથી ડેટા સેન્ટર્સ
બિટકોઇનની શરૂઆતના દિવસોમાં જ્યારે આ ઓછી લોકપ્રિય હતી અને તેની કિંમત ઓછી હતી, કોમ્પ્યુટરવાળા કોઇપણ વ્યક્તિ ઘરે સરળતાથી માઇનિંગ કરી શકતા હતા. આજે બિટકોઇન માઇનર્સની પાસે શક્તિળશાળી કોમ્પ્યુટર્સથી ભરેલા ગોદામ છે જે મોટી સંખ્યામાં અનુમાન લગાવા માટે ઝડપી સ્પીડથી કામ કરી રહ્યા છે અને આ પ્રક્રિયામાં જબરદસ્ત માત્રામાં ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છે. આજે બિટકોઇન માઇનિંગ માટે અત્યાધુનિક વિશિષ્ટ મશીનો, ખૂબ જ બધા પૈસા, એક મોટી જગ્યા અને સતત ચાલતા હાર્ડવેરને ઓવરહીટિંગથી બચાવા માટે પૂરતા કુલિંગ પાવરની જરૂર છે. આથી હવે માઇનિંગ, કંપનીઓ કે લોકોના ગ્રૂપને માલિકીવાળા વિશાળ ડેટા સેન્ટર્સમાં હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો