bitter gourd Medicinal Beneficial for diabetics Patient
  • Home
  • Supplements
  • Nari
  • મધુપ્રમેહના દર્દી માટે હિતકારી કારેલાં

મધુપ્રમેહના દર્દી માટે હિતકારી કારેલાં

 | 4:44 am IST
  • Share

  • કારેલાં ખાદ્ય શાક હોવા છતાં એક પરમ ઔષધ
  • કારેલા ખાવાથી ડાયાબિટીસ મટે છે

ગુણ : કારેલાં ટાઢાં, ઝાડાને તોડનાર, હલકાં, કડવાં અને વાયુ નહીં કરનાર છે. તાવ અને સોજામાં કારેલાંનું શાક પથ્ય છે. મધુપ્રમેહના દર્દીને કારેલાં હિતકારી છે. રોજ સવારે કારેલાંનો રસ લેવાથી આ રોગમાં ફાયદો થાય છે. કડવાશ કાઢી નાખ્યા સિવાયનું શાક પણ હિતકારી છે.

દોષ : કારેલાં વિશેષ કરીને અગ્નિે પ્રદીપ્ત કરનાર છે. એટલે કે ગરમ અસર કરનાર હોય ગરમ પ્રકૃતિવાળાઓએ તેનું સેવન કરવું હિતકારી નથી.  

આહારમાં ઉપયોગ વખતે લેવાની કાળજી

શાક બનાતી વખતે છોલીને કારેલાંની છાલ કાઢી નાખવામાં આવે છે. કારેલાંની કડવાશ ઓછી કરવા માટે તેને સમારી, તેમાં મીઠું ચોળી, નિચોવીને રસ કાઢી નાખવામાં આવે છે, પરંતુ કારેલાંની છાલ કાઢી નાખવાથી તથા કારેલાંને ચીરી, મીઠા સાથે ચોળી, નિચોવીને રસ કાઢી નાખવાથી તેનો ગુણ ઓછો થઈ જાય છે.  

ઔષધીય ગુણ

આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં શાક તરીકે કારેલાંનો ઉલ્લેખ આવે છે, પરંતુ ઔષધી રૂપે તેનો પ્રયોગ ખૂબ ઓછો થયેલો લાગે છે. કારેલાંની મોસમમાં જેમ બને તેમ વધુમાં વધુ કારેલાં ખાઈ લેવાં હિતાવહ છે. કારેલાં ખાદ્ય શાક હોવા છતાં એક પરમ ઔષધ પણ છે.  

 કુમળાં કારેલાંના કકડા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી એક એક તોલો સવાર-સાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી સાકર સદંતર બંધ થાય છે અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) મટે છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો