ચેકબુક બંધ કરવા વિશે નાણા પ્રધાને કર્યો મોટો ખુલાસો - Sandesh
  • Home
  • Business
  • ચેકબુક બંધ કરવા વિશે નાણા પ્રધાને કર્યો મોટો ખુલાસો

ચેકબુક બંધ કરવા વિશે નાણા પ્રધાને કર્યો મોટો ખુલાસો

 | 4:11 pm IST
  • Share

નાણા મંત્રાલયે ટવીટ દ્વારા જણાવ્યું કે, ચેકબુક બંધ કરવાનો સરકારનો કોઇ ઇરાદો નથી. આ સ્પષ્ટતા ત્યારે કરવામાં આવી જ્યારે મીડિયાના કેટલાક ભાગોમાં એ સમાચારો આવ્યા હતા જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે ડિજિટલ લેનદેનને પ્રોત્સાહન માટે સરકાર ભવિષ્યમાં ચેકબુકની સુવિધા બંધ કરી શકે છે.

નાણા મંત્રાલયે ટવિટર હેન્ડલરે એક પછી એક ત્રણ ટવીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે મીડિયામાં ચાલી રહેલ ચર્ચાઓ વિશે સરકારની કોઇ યોજના નથી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશને કેશ લેશ અર્થવ્યવસ્થામાં બદલવા અને ડિજિટલ આપલેને પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ચૂકવણી કરવા માટે ચેક મહત્વનો હિસ્સો છે. એમાં કહેવામાં આવ્યું છે કે વેપાર અને વાણિજય માટે ચેક મજબૂત નેગોશિયેબલ ઇંસ્ટ્રૂમેંટ છે.

નાણા મંત્રાલયે ટવીટમાં લખ્યું હતું કે ભારત સરકાર આ વાત અંગેની પુષ્ટી કરી હતી કે બેંકો દ્વારા ચેકની સુવિધા બંધ કરવાનો કોઇ પ્રસ્તાવ નથી. કેટલાક મીડિયા રિપોટર્સમાં એવા અહેવાલો પણ સામે આવી રહ્યાં હતા કે નાણા મંત્રાલય દેશમાં ડિજિટલ આપલેને પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી ભવિષ્યમાં ચેક્બુકની સુવિધા બંધ કરી શકે છે. સરકાર તરફથી આ અફવાને વખોડી નાખવામાં આવી છે અને ચેકબુક બંધ કરવાનો સરકારનો કોઇ ઇરાદો નથી તે અંગે ખાતરી આપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો