BJD Makes It Clear Whoever Forms Govt In Center We Will Supoort Them
  • Home
  • Election 2019
  • એક્ઝિટ પોલ બાદ ભાજપ માટે વધુ એક સારા સમાચાર, આપ્યા મહત્વના સંકેત

એક્ઝિટ પોલ બાદ ભાજપ માટે વધુ એક સારા સમાચાર, આપ્યા મહત્વના સંકેત

 | 6:56 pm IST

લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ્સ સામે આવતા ક્ષેત્રીય દળોએ 23મે બાદ પોતાની રણનીતિ તૈયાર ઘડવાનું શરૂ કરી દીધું છે. ભાજપ અને એનડીએ માટે ઓરિસ્સાથી સારા સમાચાર આવી રહ્યાં છે. ઓરિસ્સાની મુખ્ય પાર્ટી બીજેડીએ મહત્વના સંકેત આપ્યા છે કે જો 23 મે બાદ પરિણામો એક્ઝિટ પોલ્સ જેવા જ રહ્યા અને NDA કેન્દ્રમાં સરકાર બનાવશે તો તે સરકારમાં શામેલ થઈ શકે છે.

બીજેડીના વરિષ્ઠ પ્રવક્તા અમર પટનાયકે 23મે બાદ ગઠબંધનને લઈને પાર્ટીની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. જ્યારે ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના મુખ્યમંત્રીની આકરી ઝાટકણી કાઢી હતી. જોકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની ટીકા કરતા ફની વાવાઝોડા પહેલા કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓને લઈને નવીન પટનાયકના ભરપૂર વખાણ પણ કર્યા હતાં.

બીજેડી પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે ગઠબંધનનું સમર્થન કરીશું જે અમારી માંગણીઓ પુરી કરશે. જો NDAની સરકાર બનશે તો અમે તેને સમર્થન આપી શકીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, જે અમારી સમસ્યાઓ જેવી કે સ્પેશિયલ કેટેગરીને સમઝશે અમે તેની સાથે જઈશું. બીજેડી પ્રવક્તા અમર પટનાયકે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પાર્ટી એ જ દળ કે ગઠબંધનનું સમર્થન કરશે જે દિલ્હીમાં સરકાર બનાવશે.

તેમણે કહ્યું હતું કે, આ સમર્થનની એક શરત પણ રહેશે. જે કોઈ પક્ષ કે દળ સરકાર રચાયા બાદ ઓરિસ્સાના વણ ઉકેલાયેલા અને વર્ષૉથી પડતર પડેલા મુદ્દાઓને ઉકેલવાનો પ્રયાસ કરશે, તેને અમારૂ સમર્થન રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થતાની સાથે જ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતાં. જેમાં લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપ ફરી એકવાર સત્તામાં કમબેક કરી રહ્યો હોવાનું તારણ સામે આવતા દેશના રાજકીય સમીકરણો બદલાવવાનું શરૂ થઈ ગયું છે. એક્ઝિટ પોલમાં ઓરિસ્સામાં કુલ 21 બેઠકોમાંથી ભાજપને અડધાથી પણ વધારે 12 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે. જ્યારે બીજેડીને 8 બેઠકો મળે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

આ વીડિયો પણ જુઓ

લોકસભાના પરિણામ પહેલા માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ મોદીને પાઠવ્યા અભિનંદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન