ભાજપના ૯૯ ઉમેદવારો આજે CMના નવા નેતાની વરણી કરશે - Sandesh
  • Home
  • Gandhinagar
  • ભાજપના ૯૯ ઉમેદવારો આજે CMના નવા નેતાની વરણી કરશે

ભાજપના ૯૯ ઉમેદવારો આજે CMના નવા નેતાની વરણી કરશે

 | 8:21 am IST

ભાજપના ચૂંટાયેલા ૯૯ ઉમેદવારોને પ્રદેશ અધ્યક્ષે શુક્રવારે પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે બોલાવ્યા છે. જ્યાં મુખ્યમંત્રીપદ માટે વિધાનસભાના નેતાની વરણી કરવામાં આવશે. ૧૩મી વિધાનસભાને આધિન સરકારનું રાજીનામંુ રાજ્યપાલને સુપરત કર્યા થયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ શુક્રવારે બપોરે સાડા ત્રણ વાગ્યે ધારાસભામાં નવા ચૂંટાયેલા સભ્યોની યોજાનારી પહેલી બેઠકની જાહેરાત કરી હતી. છઠ્ઠી વખત રચનારી ભાજપની સરકાર માટે ૯૯ વિજેતા ઉમેદવારો નેતાની વરણી કરશે. ભાજપના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે આ પ્રક્રિયા માટે દિલ્હીથી નાણામંત્રી અરુણ જેટલી અને સાંસદ સરોજ પાંડેને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.

રૂપાણીએ રાજીનામાનો પત્ર સોંપ્યો

૧૩મી વિધાનસભાની ટર્મ પૂર્ણ થતા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની સરકારના રાજીનામાનો પત્ર રાજ્યપાલ ઓ.પી.કોહલીને સોંપ્યો હતો.

૨૮ પ્રોટોકોલ ઓફિસરો નિમાયા

સામાન્ય વહીવટ વિભાગે નવી સરકારની શપથવિધિ માટે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, મહેસાણા, આણંદ એમ નજીકના જિલ્લાઓના ૨૮ ઓફિસરોને પ્રોટોકોલ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. આથી, નવી સરકારનુ મંત્રીમંડળ તેના કદ મુજબ ૨૭ સભ્યોને સમાવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.