BJP again CM Of Lok Nayak, administration expert Nitin Patel was cut for the post
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાજપમાં ફરીથી CMપદ માટે લોકનાયક, વહીવટ કુશળ નીતિન પટેલને કાપી દેવાયા, કેસરિયા કેમ્પમાં મજા કરનારાને ‘મજો’

ભાજપમાં ફરીથી CMપદ માટે લોકનાયક, વહીવટ કુશળ નીતિન પટેલને કાપી દેવાયા, કેસરિયા કેમ્પમાં મજા કરનારાને ‘મજો’

 | 7:51 am IST
  • Share

પાંચ વર્ષની રાજકિય ઉથલપાથલોમાં સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બધી જ રીતે ફિટ એવા નીતિન પટેલને કાપીને માત્ર ચાર જ વર્ષના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને બેસાડવા ભાજપે નિર્ણય કર્યો છે. ૪૫ વર્ષ કરતા વધુ સુદિર્ધ રાજકિય, વહિવટી અને સર્વસમાજમાં સ્વિકૃત નીતિન પટેલ સાથે આ પ્રકારના અવમાનથી કેસરિયા કેમ્પમાં મજા કરનારને કાયમી મજા અને દિવસરાત મજૂરી કરનાર છેવટે મજૂર જ રહે છે તેવી લાગણી પ્રવર્તી છે. સર્મથકોમાં દુઃખ સાથે રોષ પણ ભભૂક્યો છે.

ગુજરાતમાં ૧૯૯૦ના દાયકામાં ભાજપની પહેલી કેશુભાઈની સરકારમાં ખજુરાહોકાંડના નામે ઓળખાતા બળવા વખતે ઉત્તર ગુજરાતના અનેકવિધ નેતાઓ ભાજપ સાથે છેડો ફાડી શંકરસિંહ વાઘેલા સાથે જતા રહ્યા હતા. એ વખતે પણ સૌરાષ્ટ્રના કેશુભાઈ પટેલની સરકારને બચાવવા નીતિન પટેલ ભાજપના વફાદાર રહ્યા, છેલ્લે પાટીદાર આંદોલન વખતે ભાજપના દિગજ્જ પાટીદાર આગેવાનો લપાઈને ઘરમાં બેસી રહેતા એ વખતે પણ એકમાત્ર નીતિન પટેલ બહાર આવીને આનંદીબહેન અને બાદમાં રૃપાણી સરકાર માટે સંકટ મોચકની ભૂમિકામાં રહ્યા હતા. માત્ર આંદોલનો જ નહિ, વિધાનસભામાં વિપક્ષના આક્ષેપો સામે વ્યુહાત્મક રીતે દરેક બેઠકમાં ફાયર ફાઈટરની ભૂમિકામા રહેતા નીતિન પટેલ સાથે સતત બીજી વખત અન્યાયની લાગણીના ઘેરા ઔપ્રત્યાઘાતો પડયા છે.

રૃપાણીના રાજીનામા બાદ ભાજપના અધિકાંશ ધારાસભ્યો, સાંસદો નવા મુખ્યમંત્રી તરીકે વહિવટી તંત્ર ઉપર મજબૂત પકડ ધરાવાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જ ઈચ્છતા હતા. પરંતુ, જે રીતે ‘પાટીદાર’ ચહેરાના નામે નીતિન પટેલના પ્રભાવક્ષેત્ર ઉત્તર ગુજરાતના કડવા પાટીદાર સમાજમાંથી સાવ સરકાર સંચાલન માટે નવા નિશાળિયા ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર થતા ધારાસભ્યો, સાંસદોથી લઈને સરકાર સંચાલન માટે રાતદિવસ મજૂરી કરતા મંત્રીઓમાં પણ ભાજપમાં મજા અને મજૂર એવા બે વર્ગો સ્પષ્ટ થયાની લાગણી પ્રવર્તી છે.

કડી અને મહેસાણાથી છ ટર્મથી ચૂંટાતા નીતિન પટેલે સ્વ.કેશુભાઈ પટેલથી શરૃ કરીને નરેન્દ્ર મોદી, આનંદીબહેન અને છેલ્લે વિજય રૃપાણીની ભાજપની સરકારોમાં આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા, શહેરી વિકાસ, માર્ગ મકાન, પેટ્રોકેમિકલ્સ, પાટનગર યોજના, નર્મદા, વાહન વ્યવહાર અને નાણાં જેવા અનેકવિધ મહત્વના વિભાગોનો વહિવટ સંભાળ્યો છે. ત્રણ દાયકામાં વિપક્ષ કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ જેવા નિષ્ણાતથી શરૃ કરીને અર્જૂન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, શંકરસિંહ વાઘેલા અને છેલ્લે પરેશ ધાનાણી સુધીના વિપક્ષના નેતાઓ પણ નીતિન પટેલ પાસે રહેલા એક ડઝનથી વધુ વિભાગોમાં ગોટાળા, કૌભાંડ સંદર્ભે વ્યક્તિગત આક્ષેપ કર્યો નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન