BJP-AIADMK to contest elections in Tamil Nadu, Amit Shah sets 2021 plan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તામિલનાડુમાં ભાજપ-AIADMK સાથે મળીને લડશે ચૂંટણી, અમિત શાહે બનાવ્યો 2021નો પ્લાન

તામિલનાડુમાં ભાજપ-AIADMK સાથે મળીને લડશે ચૂંટણી, અમિત શાહે બનાવ્યો 2021નો પ્લાન

 | 8:53 pm IST
  • Share

આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે BJP અને શાસક AIADMK તૈયારી કરી રહ્યા છે. શનિવારે તામિલનાડુની મુલાકાતે આવેલા અમિત શાહ (Amit Shah) સાથે મુખ્યમંત્રી પલાનીસ્વામીની બેઠક બાદ બંને પક્ષોએ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી (Tamilnadu Assembly elections) લડવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતે શાહ મુખ્ય પ્રધાન ઇ. પલાનીસ્વામી અને નાયબ મુખ્ય પ્રધાન ઓ. પન્નીરસેલ્વમ સાથે મુલાકાત પણ કરી છે.

પલાનીસ્વામીએ કહ્યું, તામિલનાડુ હંમેશા મોદીનું સમર્થન કરશે

બીજી તરફ પલાનીસ્વામીએ એલાન પણ કર્યું છે કે એઆઈએડીએમકે ભાજપને ટેકો આપવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે અમારી પાર્ટી ભાજપ સાથે મળીને 2021ની ચૂંટણી લડશે અને જીતશે. તામિલનાડુ હંમેશાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે.

અમિત શાહે 67 હજાર કરોડની યોજનાઓનું શિલાન્યાસ કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસની મુલાકાતે તામિલનાડુ (Amit Shah in tamilnadu) પહોંચ્યા છે. શનિવારે તેમણે ચેન્નાઇમાં 67 હજાર કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. કાર્યક્રમને સંબોધન કરતાં તેમણે કોંગ્રેસ-ડીએમકે ગઠબંધનની અગાઉની યુપીએ સરકાર પર તામિલનાડુની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર તામિલનાડુને જે કંઇ આપી રહી છે, તે આ રાજ્યનો અધિકાર છે.

‘મોદી સરકાર તામિલનાડુની જનતા સાથે ખડકની જેમ ઉભી છે’

અમિત શાહે કહ્યું, ‘હું તામિલનાડુના લોકોને કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદી સરકાર તામિલનાડુની સાથે ખડકની જેમ ઉભી છે અને તમિલનાડુના વિકાસ માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે 4,400 કરોડ રૂપિયા સીધા તમિલનાડુના 45 લાખ ખેડૂતોને તેમના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે. રૂરલ કો ઓપરેટિવ બેંક અને આરઆરબી દ્વારા ખેડુતોને 3૦,૦૦૦ કરોડ અલગથી આપવામાં આવ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ કોર્પોરેટર દિનેશ શર્માએ SVP સંચાલકો સામે ગંભિર આક્ષેપ લગાવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન