Bjp And Party Can Still Come Together And Uddhav Will Decide On It : Manohar Joshi
  • Home
  • Featured
  • મહારાષ્ટ્રમાં રમાઈ ગઈ અંદરખાને ગેમ? શું ફરી એકસાથે આવી શકે છે ભાજપ અને શિવસેના?

મહારાષ્ટ્રમાં રમાઈ ગઈ અંદરખાને ગેમ? શું ફરી એકસાથે આવી શકે છે ભાજપ અને શિવસેના?

 | 10:18 pm IST

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીએ ભાજપ-શિવસેનાના ગઠબંધનને લઈને ફરી એકવાર મમરો મુક્યો છે. મનોહર જોશીની આ ટિપ્પણીને લઈને મહારાષ્ટ્રમાં ફરી એકવાર સત્તા પલટો કે કંઈક નવા જુની થવાની અટકળો વહેતી થઈ છે.

મનોહર જોશીએ કહ્યું હતું કે, ભાજપ અને શિવસેના ભવિષ્યમાં ફરી એકવાર સાથે આવી શકે છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ મામલે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. જાહેર છે કે, મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી બંને સાથે મળીને લડી હતી પરંતુ ચૂંટણી પરિણામો બાદ બંને સાથીપક્ષોએ ગઠબંધન તોડ્યું હતું. શિવસેનાએ કટ્ટર વિરોધી એવી એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર રચી હતી તો સૌથી મોટી પાર્ટી હોવા છતાંયે ભાજપ વિપક્ષમાં બેઠી હતી.

મહારાષ્ટ્રમાં શિવસેનાના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીએ બંને પક્ષોને લઈને આશંકા વ્યક્ત કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળો તેજ બની છે. તેમણે કહ્યું હતું કે, નાના નાના મુદ્દે બાખડવાના બદલે યોગ્ય એ રહેશે કે કેટલીક વાતો સહન કરવામાં આવે. જે મુદ્દાને તમે દ્રઢ્તાપૂર્વક અનુભવો છો તે મુદ્દે ખુલીને વાતચીત કરવાની જરૂર છે. જોશીએ કહ્યું હતું કે, એવુ નથી કે, હવે ક્યારેય ભાજપ સાથે જશે જ નહીં. ઉદ્ધવ ઠાકરે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.

ભાજપના વરિષ્ઠ નેતાનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે જ્યારે બંને પક્ષો વચ્ચે તાજેતરમાં જ મુખ્યમંત્રી પદને લઈને સહમતિ ના સધાવવાના કારણે બંને જુદા થઈ ગયા. ત્યાર બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચી. નાગરિકતા સંશોધન બિલને લઈને પણ ભાજપ અને શિવસેના વચ્ચે તણાવ ઉભો થયો છે.

લોકસભામાં શિવસેનાએ બિલના પક્ષમાં મતદાન કર્યું હતું પરંતુ બાદમાં પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આ મામલે કોગ્રેસના દબાણવશ પોતાનું વલણ બદલતા કહ્યું હતું કે, જ્યાં સુધી તમામ બાબતો સ્પષ્ટ ના થઈ જાય ત્યાં સુધી તો આ મામલી કોઈ જ સ્પષ્ટ નિર્ણય નહીં લે. આ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે સવાલ કર્યો હતો કે શું શિવસેના કોંગ્રેસના દબાણમાં આવી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન