BJP and Shiv Sena should form the government in Maharashtra: Pawar
  • Home
  • Featured
  • સત્તાની સોગટાબાજી પર શરદ પવારે ફેંકયુ પાસુ- ભાજપ-શિવસેનાને આપ્યો જોરદાર ઝાટકો

સત્તાની સોગટાબાજી પર શરદ પવારે ફેંકયુ પાસુ- ભાજપ-શિવસેનાને આપ્યો જોરદાર ઝાટકો

 | 1:25 pm IST

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ગતિરોધની વચ્ચે આજે એનસીપી ચીફ શરદ પવારે મીડિયા સાથે વાત કરી. શિવસેનાના પ્રવકતા સંજય રાઉતે મુલાકાત બાદ પવારે સ્પષ્ટ સંકેત આપ્યો કે ભાજપ-શિવસેનાએ જ સરકાર બનાવી જોઇએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં જે જનાદેશ મળ્યો છે તેના આધાર પર કોંગ્રેસ અને એનસીપીએ વિપક્ષમાં બેસવું જોઇએ. મહારાષ્ટ્રમાં શિવસેનાને એનસીપીનું સમર્થન આપવાની અટકળો પર ખુદ વરિષ્ઠ નેતાએ આજે પૂર્ણવિરામ મૂકી દીધું છે.

‘NCPને વિપક્ષમાં બેસવાનો જનતાએ આદેશ આપ્યો’

આજે સવારે જ શિવસેના પ્રવકતા સંજય રાઉતની એનસીપી ચીફ સાથે મુલાકાત થઇ છે. આ મુલાકાત અંગે પૂછવા પર પવારે કહ્યું કે અમને સરકાર બનાવાનો કોઇ પ્રસ્તાવ મળ્યો નથી. હું મુખ્યમંત્રી બનવા જઇ રહ્યો નથી. શિવસેનાની સાથે મળી સરકાર બનાવાની વાત કયાંથી આવે છે? ભાજપ અને શિવસેનાની 25 વર્ષથી યુતિ છે અને તેમણે જ સરકાર બનાવી જોઇએ. મહારાષ્ટ્રની પ્રજાએ અમને આદેશ આપ્યો છે તેના આધાર પર કોંગ્રેસ એનસીપી વિપક્ષમાં બેસશે. સરકાર બનાવા પર જે પણ ગતિરોધ છે તે દૂર કરવા જોઇએ અને સેના અને ભાજપે સરકાર બનાવી જોઇએ.

‘વર્ષોથી સાથે છે ભાજપ-સેના, આજ-કાલમાં ફરી હશે સાથે’

આ બધાની વચ્ચે એવા સમચાર આવી રહ્યા છે કે સરકાર બનાવા માટે શિવસેના અને ભાજપની વચ્ચે મુંબઇમાં વાતચીત શરૂ થઇ ચૂકી છે. એનસીપી પ્રમુખે સરકારની રચના પર કહ્યું મને પૂરો વિશ્વાસ છે કે આવતા એક-બે દિવસમાં આ સંબંધમાં માહિતી મળશે. સેના અને ભાજપનો સાથ દાયકાનો છે અને આજે પણ બંને સાથે છે. 8મી તારીખ મહારાષ્ટ્રમાં સરકાર બનાવાની પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે અને તેની પહેલાં એનસીપી ચીફે રાજકીય સમર્થનની બધી અટકળોને નકારી દીધી છે.

અયોધ્યા પર નિર્ણય પહેલાં શાંતિની અપીલ

મીડિયા સાથે અયોધ્યા, ખેડૂતો અને દિલ્હીમાં પોલીસકર્મીઓના પ્રદર્શન પર પણ શરદ પવારે વાત કરી. તેમણે કહ્યું કે સામાજિક શાંતિ પૂરી રીતે બની રહેવી જોઇએ. ચુકાદો કંઇપણ આવે કોઇપણ પક્ષે નિરાશ થવું જોઇએ નહીં અને ના તો પોતાની વિરૂદ્ધ સમજવો જોઇએ. આપણે બધાએ શાંતિ બનાવી રાખી અને કાયદાનું પાલન કરવું જોઇએ. તેની સાથે જ તેમણે પોલીસ બળના વખાણ કરતાં કહ્યું કે થાકયા વગર કામ કરે છે અને કેન્દ્ર સરકારે તેમની ચિંતા સમજવી જોઇએ. મહારાષ્ટ્રમાં થયેલ અતિવૃષ્ટિ પર ચિંતા વ્યક્ત કરતાં પવારે ખેડૂતોની તાત્કાલિક સહાયતાની માંગણી કેન્દ્ર સરકારથી કરી.

આ વીડિયો પણ જુઓ – 7 નવેમ્બરે દીવ અને પોરબંદર વચ્ચે ટકરાશે ‘મહા’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન