BJP and Shiv Sena Will Fight Election Together
  • Home
  • India
  • ઘીના ઠામમાં ઘી, શિવસેના-ભાજપ વચ્ચે રીસામણા-મનામણાનો અંત, કોને કેટલી બેઠક?

ઘીના ઠામમાં ઘી, શિવસેના-ભાજપ વચ્ચે રીસામણા-મનામણાનો અંત, કોને કેટલી બેઠક?

 | 8:37 pm IST

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી અને શિવસેનાના NDAને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ આ મામલે બન્ને પાર્ટી વચ્ચે મતભેદ ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે રાજ્યમાં બન્ને પાર્ટી સાથે મળીને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે.

જયપુરથી મુંબઇ આવ્યા બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહેએ રાજ્યમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાર કરી હતી. ત્યાર બાદ તેઓ બાંન્દ્રા સ્થિત શિવસેના પ્રમુખના આવાસ માતોશ્રી ગયા હતા. આ બાબતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ જણાવે છે કે અમારી વચ્ચે ભલે મતભેદ છે, પરંતુ અમારા વિચાર એક જ છે. શિવસેના અને બીજેપી 25 વર્ષથી એક સાથે છે, હાલનો સમય મતભેદને બાજુ પર રાખીને એકજૂઠ થવાનો છે. અમે સાડા ચાર વર્ષ સાથે મળીને સરકાર ચલાવી છે. તેમજ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને પણ બન્ને પાર્ટીના વિચાર એક છે.

સોમવારે આ ગઠબંધનને ધ્યાનમાં લઇને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહએ શિવસેનાના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ બેઠક ત્યારે યોજવામાં આવી છે કે જ્યારે આગામી ચૂંટણીમાં ગઠબંધનને લઇને બન્ને પાર્ટી વચ્ચે મતભદે ચાલી રહ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા.

લોકસભા ચૂંટણીને લઇને સીટ શેરિંગની આ ફોર્મૂલા

આ સમાચારની સાથે જ શિવસેનાએ NDAમાં વાપસી કરી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ સીટની વહેંચણીને લઇને પહેલા જ ચર્ચા થઇ ચૂકી છે. બસ ખાલી આ વિશેની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. જોકે મહારાષ્ટ્રમાં 48 લોકસભાની સીટને લઇને બીજેપી દ્વારા ફોર્મૂલા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કુલ સીટમાંથી 25 સીટ પર બીજેપી અને 23 સીટ પરથી શિવસેના મેદાન પર ઉતરશે.