BJP Announced Two More Name for Delhi Lok Sabha Election
  • Home
  • Election 2019
  • BJPએ દિલ્હી માટે વધુ બે ઉમેદવારોની કરી જાહેરાત, ગૌતમ ગંભીર સહિત આ નેતાને મળી ટિકિટ

BJPએ દિલ્હી માટે વધુ બે ઉમેદવારોની કરી જાહેરાત, ગૌતમ ગંભીર સહિત આ નેતાને મળી ટિકિટ

 | 10:50 pm IST

ભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ દિલ્હી માટે તેના વધુ બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ પૂર્વી દિલ્હી લોકસભા બેઠકથી પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે મીનાક્ષી લેખીને નવી દિલ્હી લોકસભા બેઠક માટે પાર્ટી ઉમેદવાર બનાવ્યા છે.

રિપોર્ટ મુજબ પાર્ટીએ હાલ ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠક માટે કોઈ નિર્ણય કર્યો નથી. જ્યારે મહેશ ગિરીને આ વખતે પૂર્વી દિલ્હીથી ટિકિટ આપવામાં આવી નથી. સોમવારે મોડી સાંજે બીજેપીએ આ જાહેરાત કરી છે. ઉલ્લખનીય છે કે આ પહેલા પાર્ટીએ રવિવારે દિલ્હી માટે તેના ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન અને દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારી સહિત બે સાંસદોના નામ સામેલ હતા. બીજેપીએ ચાંદની ચોકથી હર્ષવર્ધનને જ્યારે ઉત્તર પૂર્વી દિલ્હી માટે પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીને ટિકિટ આપી છે.

તમને જણાવી દઈએ કે બીજેપીએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહેબ સિંહ વર્માના દીકરા પરવેશ વર્માને પશ્ચિમ દિલ્હીથી અને રમેશ બિધૂડીને દક્ષિણ દિલ્હીથી ટિકિટ આપી છે. જોકે પાર્ટીએ હાલ ઉત્તર પશ્ચિમ બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. જ્યારે દિલ્હીની સત્તાધીશ આમ આદમી પાર્ટી(આપ)એ તેના દરેક સાત ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસ હાલ છ બેઠકો માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દિલ્હીમાં 12મી મેના રોજ મતદાન થવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન