BJP Bharuch Leader Mansukh Vasava gave controversial Statement
  • Home
  • Featured
  • BJP સાંસદ મનસુખ વસાવા ફરી ભાન ભૂલ્યા, SCના અયોધ્યા ચુકાદા પર આપ્યું વિવાદિત નિવેદન

BJP સાંસદ મનસુખ વસાવા ફરી ભાન ભૂલ્યા, SCના અયોધ્યા ચુકાદા પર આપ્યું વિવાદિત નિવેદન

 | 2:22 pm IST

ભરૂચના ભાજપના સાસંદ મનસુખ વસાવાએ અયોધ્યા ચુકાદા અંગે તાજેતરમાં એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમને કહ્યું છે કે કેન્દ્રમાં ભાજપ સરકાર હોવાના કારણે SCએ આ ચુકાદો આપ્યો છે. આ પહેલા પણ મનસુખ વસાવા વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અયોધ્યા રામમંદિર બાંદવા અંગે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. ત્યારે હવે ભરૂચના ભાજપ સાસંદ મનસુખ વસાવાએ દિવાળી સ્નેહ મિલન સમારોહમાં અયોધ્યા અંગે વિવાદિત નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે,‘રામ મંદિર વર્ષો જુનો અને મોટો મુદ્દો હતો. દેશ આઝાદ પણ થયો નહતો એ સમયથી રામ જન્મભૂમિનું આંદોલન ચાલતું હતું. કેટલા લોકો શહીદ થયા છે કેટલાય આંદોલન કર્યા છે. પરંતુ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોવાના કારણે સુપ્રીમે આ ચુકાદો આપ્યો પડ્યો છે.’



આ સિવાય મનસુખ વસાવાએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાનો ઉલ્લેખ પણ કર્યો હતો. મનસુખ વસાવા દ્વારા આપવામાં આવેલ આ નિવેદન હવે ઠેર ઠેર ચર્ચાનો વિષય બન્યો છે. આ પહેલા પણ તેમના દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને આપવામાં આવેલ નિવેદનથી વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે અયોધ્યા રામમંદિરને લઇ તેમના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન