BJP Blames Arvind Kejriwal And Amanatullah Khan For Violence In Delhi
  • Home
  • Featured
  • દિલ્હીમાં હિંસા: ‘આપ’નાં MLAનો હાથ હોવાનો દાવો, BJPએ કેજરીવાલને પણ ઠેરવ્યા જવાબદાર

દિલ્હીમાં હિંસા: ‘આપ’નાં MLAનો હાથ હોવાનો દાવો, BJPએ કેજરીવાલને પણ ઠેરવ્યા જવાબદાર

 | 7:47 pm IST

દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોનીમાં રવિવારનાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ જોરદાર તાંડવ મચાવ્યું. 3 બસોને આગ ચાંપવામાં આવી અને અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી. હિંસક પ્રદર્શનકારીઓએ આગ ઓલવવા આવેલી ફાયર બ્રિગેડની ગાડીઓમાં પણ તોડફોડ કરી. નાગરિકતા કાયદાનાં વિરોધનાં નામ પર રસ્તાઓ પર મચાવવામાં આવેલા આ તાંડવ પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. બીજેપીએ આ હિંસા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જવાબદાર ઠેરવ્યા છે. બીજી તરફ કેજરીવાલે લોકોને શાંતિની અપીલ કરતા કહ્યું છે કે હિંસાને સ્વીકારવામાં નહીં આવે.

મનોજ તિવારીએ કેજરીવાલને ઘેર્યા

દિલ્હી બીજેપીનાં અધ્યક્ષ મનોજ તિવારીએ ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોનીમાં થયેલી હિંસા માટે અરવિંજ કેજરીવાલને જવાબદાર ઠેરવતા એક વિડીયો ટ્વિટ કર્યો જેમાં આમ આદમી પાર્ટીનાં નેતા અમાનતુલ્લા ખાન પ્રદર્શનકારીઓને સંબોધિત કરી રહ્યા છે. બીજેપી નેતાએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલનાં ઇશારા પર અમાનતુલ્લા ખાને પ્રદર્શનકારીઓને ભડકાવ્યા. તિવારીએ વિડીયો સાથે ટ્વિટ કર્યું કે, ‘અરવિંદ કેજરીવાલનાં ઇશારા પર આમ ધારાસભ્ય લોકોને ભડકાવી રહ્યા છે. ભારતનો મુસલમાન ભારતની સાથે છે, તમારા જેવા ગદ્દારોની વાતોમાં આવવાનો નથી. લોકોને ઉકસાવવાનું બંધ કરો. દિલ્હીની જનતા આપ ગદ્દારોને પાઠ ભણાવશે. આપનું પાપ સામે આવી રહ્યું છે.”

કેજરીવાલે લોકોને કરી શાંતિની અપીલ

બીજી તરફ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન હિંસક થઈ જવા પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને શાંતિની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે, ‘કોઇએ પણ હિંસામાં સામેલ ના થવું જોઇએ. કોઈપણ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થવું જોઇએ.” તો આમ આદમી પાર્ટી છોડીને બીજેપીમાં સામેલ થઇ ચુકેલા કપિલ મિશ્રાએ તો કેજરીવાલ પર દિલ્હીમાં ગોધરા કાંડની તૈયારી કરવાનો આરોપ લગાવ્યો છે.

કપિલ મિશ્રાએ પણ અમાનતુલ્લાને ઠેરવ્યા જવાબદાર

મિશ્રાએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘આ એક આતંકવાદી હુમલો છે. CNG સિલિન્ડરવાળી બસમાં આગ લગાવવાનો મતલબ મોટો વિસ્ફોટ કરવાનું ષડયંત્ર છે.’ તેમણે પણ આપનાં ધારાસભ્ય અમાનતુલ્લાને આ માટે જવાબદાર ઠેરવ્યા છે. બીજેપીનાં પ્રહારોની વચ્ચે આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય અમાનતુલ્લા ખાને હિંસામાં પોતાની કોઈપણ પ્રકારની ભૂમિકાથી ઇનકાર કરી દીધો. તેમણે સ્વીકાર્યું કે રવિવારનાં નાગરિકતા કાયદાની વિરુદ્ધ વિસ્તારમાં થયેલા એક પ્રદર્શનમાં ભાગ જરૂર લીધો હતો, પરંતુ તે શાંતિપૂર્ણ હતુ.

આપ નેતાએ કહ્યું – હું નથી સામેલ

ખાને કહ્યું કે, “રવિવારનાં જામિયા વિસ્તારમાં 2 વિરોધ પ્રદર્શન થયા. હિંસા ન્યૂ ફ્રેન્ડ્સ કૉલોનીવાળા પ્રદર્શનમાં થઈ, જ્યારે તેઓ તેનાથી અલગ એક બીજા પ્રદર્શનમાં સામે હતા જે સંપૂર્ણ રીતે અહિંસક હતુ. જે જગ્યાએ હિંસા થઈ ત્યાં હું નહોતો. SHO શાહીનબાગ ઘટનાસ્થળ પર હતા, પ્રોગ્રામનું વિડીયો રેકૉર્ડિંગ અને CCTV પણ તેમની પાસે છે.”

આ વિડીયો પણ જુઓ: અમદાવાદમાં 17 વર્ષની સગીરાની છેડતીની ઘટના સામે આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન