BJP candidate Hans Raj Hans won with Big Margin in Loksabha Election
  • Home
  • Featured
  • ના સની, ના હેમા ના રવિ કિશન, આ સેલિબ્રિટીએ મેળવી સૌથી મોટી જીત

ના સની, ના હેમા ના રવિ કિશન, આ સેલિબ્રિટીએ મેળવી સૌથી મોટી જીત

 | 4:09 pm IST

લોકસભા ચૂંટણી 2019 માટે લગભગ દરેક બેઠકોના પરિણામ આવી ગયા છે. આ ચૂંટણીમાં તમામ રાજકીય દળોએ દેશની અલગ-અલગ બેઠકો પર ફિલ્મી સિતારાઓને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં કેટલાક એક્ટર અને સિંગર સામેલ હતા. સની દેઓલ, હેમા માલિની, જયા પ્રદા અને રવિ કિશન જેવા બોલિવૂડ સૂપરસ્ટાર તો હતા જ પણ જાણીતા સિંગર પણ સામેલ હતા. બોલિવૂડ સિવાય બંગાળી અને કન્નડ ઈન્ડસ્ટ્રીના એક્ટર્સ પણ ચૂંટણી લડી રહ્યા હતા. આ સિતારાઓમાંથી ઘણા એવા છે જેમને રેકોર્ડ જીત હાંસલ કરી છે. પરંતુ આમાંથી એક એવા સ્ટાર છે જેમને મોટા માર્જિનથી હરીફને હરાવી સની દેઓલ, હેમા માલિની અને રવિ કિશનને પણ પાછળ મૂકી દીધા છે.

સૌથી વધુ માર્જિનથી જીતનારા આ સેલિબ્રિટી કોઈ અન્ય નથી પરંતુ સૂફી ગાયક હંસરાજ હંસ છે. હાંસરાજ હંસને ભારતીય જનતા પાર્ટીએ નોર્થ વેસ્ટ દિલ્હીથી તેના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. હંસરાજ હંસે ‘આમ આદમી પાર્ટી’ના ઉમેદવારને 5,53,897 વોટથી હરાવ્યા છે. ઉપરાંત ગોરખપુરની બેઠકથી રવિ કિશને 3,01,664 વોટ, હેમા માલિનીએ 2,93,471 વોટ જ્યારે સની દેઓલે 82,459 વોટથી જીત હાંસલ કરી છે.

તમને જણાવી દઈએ કે હંસરાજ હંસે નાની ઉમરમાં જ સૂફી સંગીત શીખવાનું શરૂ કર્યું હતું અને પંજાબી ફોક સોન્ગ ગાવાનું શરૂ કર્યું હતું. તેમને બોલિવૂડની ફિલ્મોમાં પણ પ્લેબેક કર્યું છે. ‘કચ્ચે ધાગે’માં નુસરત ફતેહ અલી ખાન સાથે કામ પણ કર્યું છે. હંસરાજ હંસ અમેરિકાની વોશિંગ્ટન ડીસી યૂનિવર્સિટીમાં સન્માનિત પ્રોફેસર રહ્યા છે. ઉપરાંત તેમને સેન જોસ સ્ટેટ યુનિવર્સિટીમાં પણ સંગીતની શિક્ષા આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન