BJP Chief Amit Shah How Become Home Minister In Modi Cabinet
  • Home
  • Election 2019
  • મોદીએ આજે ફરીથી તમામને ચોંકાવ્યા, શાહને નંબર-3 પર શપથ લેવડાવી બનાવ્યા નંબર-2ના મંત્રી

મોદીએ આજે ફરીથી તમામને ચોંકાવ્યા, શાહને નંબર-3 પર શપથ લેવડાવી બનાવ્યા નંબર-2ના મંત્રી

 | 2:02 pm IST

બીજેપીના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહના હાથમાંથી ગૃહ મંત્રાલય લઇને અમિત શાહને આપી દીધું છે. શુક્રવારે થયેલા મંત્રાલયોની વહેંચણીમાં રાજનાથ સિંહના સ્થાને અમિત શાહના હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ મંત્રાલયની કમાન આપી છે.

ગૃહ મંત્રાલય વિશે કહેવામાં આવે છે કે, જેના હાથમાં ગૃહમંત્રાલયની કમાન મળે તેનું સરકારમાં બીજું સ્થાન હોય છે, સામાન્ય રીતે પીએમ મોદી પછી રાજનાથ સિંહનું જ નામ છે, પરંતુ તેમને હાલ સંરક્ષણ મંત્રાલય આપવામાં આવ્યું છે.

ખાસ વાત એ છે કે, મોદી સરકારમાં ગુરુવારે મંત્રીઓએ શપથ લેવાના ક્રમમાં પણ સસ્પેંસ બનાવીને રાખવામાં આવ્યું હતું. રાજનાથ સિંહે 2014ની જેમ આ વખતે પણ પીએમ મોદી પછી તરંત તેમને ગોપનીયતાના શપથ લીધા હતા. માનવામાં આવે છે કે, તે ફરીથી ગૃહમંત્રી બનશે.

જ્યારે અમિત શાહ ત્રીજા ક્રમે શપથ લેતા તેમના ભાગે નાણામંત્રાલય આવે તેવી અટકળો ચાલી રહી હતી. પરંતુ આજે મોદી સરકારે બધાને ચોંકાવી દીધા હતા. શુક્રવારે જ્યારે મંત્રાલયોની વહેંચણી થઇ તો ત્રીજા નંબરે શપથ લેનાર બીજેપીના અધ્યક્ષ અમિત શાહની પ્રોઝિશન બીજા નંબરે આવી ગઇ હતી.

કેન્દ્રમાં ગુજરાત મોડલ
અમિત શાહને ગૃહમંત્રી બનવાનો પહેલાથી અનુભવ રહ્યો છે, એ વાત અલગ છે કે, પહેલા તેઓ પોતાના ગૃહરાજ્ય ગુજરાતમાં ગૃહમંત્રી હતા. જો કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે અમિત શાહને ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું હતું. શાહ 2003થી 2010 સુધી આ પદ પર રહ્યા હતા.

આ રીતે જોવામાં આવે તો હવે કેન્દ્રમાં અમિત શાહ તે જ ભૂમિકામાં નજરે પડશે, જે ભૂમિકામાં તેઓ ગુજરાતમાં નિભાવી ચૂક્યા છે. અંતર બસ એટલું છે કે અગાઉ તેઓ રાજ્યના ગૃહમંત્રી હતા અને હાલ કેન્દ્રના બન્યા છે.

શાહનું રાજનૈતિક કરિયર
બીજેપી અધ્યક્ષ અમિત શાહનું રાજનૈતિક કરિયરની વાત કરીએ તો ગુજરાતની સરખેજ વિધાનસભા સીટ પરથી તેઓ સળંગ 4 વખત (1997 પેટાચૂંટણી), 1998, 2002 અને 2007થી ધારાસભ્ય બન્યા છે, જ્યારે 2012માં નારણપુરા વિધાનસભાની સીટ પરથી તેઓ જીત્યા હતા. આ રીતે તેઓ ધારાસભ્ય બન્યા છે.

જ્યારે 2014માં રાજનાથ સિંહ ગૃહમંત્રી બન્યા ત્યારે તેમને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. બાદમાં ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ બન્યા હતા. આ વખતે 17મી લોકસભાની ચૂંટણીમાં તેમને ગાંધીનગર સીટ પરથી સાઢા પાંચ લાખથી વધુ વોટોથી જીત હાંસલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન