BJP Chief Amit Shah Said At Bjp National Convention, 2019 Polls Battle Of Two Ideologies
  • Home
  • Featured
  • ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ગરજ્યા અમિત શાહ : 2019, રામ મંદિરને લઈને ભર્યો હુંકાર

ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં ગરજ્યા અમિત શાહ : 2019, રામ મંદિરને લઈને ભર્યો હુંકાર

 | 6:41 pm IST

દિલ્હીના રામલીલા મેદાનમાં રાષ્ટ્રીય અધિવેશનના પહેલા દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે સરકારની સફળતાઓ અને કામગીરી ગણાવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવા, મહાગઠબંધનને એકમાત્ર તુત, ગાંધી પરિવાર પર પ્રહારો કર્યા હતાં.

અમિત શાહે કહ્યું હતું કે, 2019નું યદ્ધ દાયકાઓ સુધી અસર છોડશે. માટે એનડીએના 35 પક્ષો નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એકજુથ છે. જ્યારે કોંગ્રેસ અને વિપક્ષ પાસે ના તો નેતા છે અને નાતો કોઈ નીતિ.

ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે, મરાથા એક યુદ્ધ હાર્યા તો દેશ 200 વર્ષ સુધી ગુલામ રહ્યો. 2019ની સ્થિતિ આજે પણ કંઈક અંશે એવી જ છે. તેમણે કહ્યું હતું કે, 2014માં 6 રાજ્યોમાં ભાજપની સરકારો હતી. જ્યારે આજે 16 રાજ્યોમાં સરકાર છે. શાહે ભાજપના કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું કે, તમે 2019માં મોદીની સરકાર બનાવી દો, કેરળ સુધી ભાજપ સરકાર બનાવી લેશે.

અયોધ્યામાં એ જમીન પર જ બનશે રામ મંદિર

અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું કે, અમે ઘોષણા પત્રમાં રામ મંદિર માટે વાયદો કર્યો. ભાજપ ઈચ્છે છે કે તે સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે વહેલામાં વહેલી તકે સુનાવણી પૂરી થાય. અમે કહ્યું છે કે બંધારણીય રીતે રામ મંદિરનું નિર્માણ થશે. પરંતુ કોંગ્રેસ તેમાં અડચણ ઊભા કરી રહી છે.

ગરીબ સુવર્ણોને અનામતનો નિર્ણય ઐતિહસીક

પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, અમે એક સપ્તાહમાં બે ઐતિહાસિક નિર્ણય લીધા. ગરીબોને 10 ટકા અનામતનો નિર્ણય ખૂબ જ ઐતિહાસિક છે. અનામત બિલથી યુવાનોનું સપનું પૂરું થશે. ભાજપની મોદી સરકારે વર્ષોથી ચાલી આવતી માંગ અનામત બિલના બંને ગૃહોમાં પાસ કરાવીને કરોડો યુવાઓનું સપનું સાકાર કર્યું છે.

મહાગઠબંધ એક માત્ર તૂત, મોદી જેવો નેતા આખી દુનિયામાં નથી

શાહે કહ્યું કે, સમગ્ર દુનિયામાં પીએમ મોદી જેટલા લોકપ્રિય નેતા બીજા કોઈ નથી. ગઠબંધન માત્ર એક મોહરૂ છે. ચૂંટણીમાં આપણી જીત સુનિશ્ચિત છે. દેશની જનતા પીએમ મોદીની પાછળ ખડકની જેમ ઊભી છે. ભાજપ ગરીબોના કલ્યાણ અને સાંસ્કૃતિક રાષ્ટ્ટ્રવાદને આગળ વધારવા ધારે છે જ્યારે વિપક્ષી નેતાઓ માત્ર સત્તા ખાતર જ એકજુથ થઈ રહ્યાં છે.

જીએસટીના ભારોભાર વખાણ

શાહે વધુમાં કહ્યું કે, જીએસટી લાગુ થયા બાદથી દરેક જીએસટી બેઠકમાં એક પછી એક વસ્તુઓના ભાવ ઓછા કરવા અને જીએસટીના સરળીકરણ માટે અમે હંમેશા કામ કર્યું છે.

UPમાં 73-74 બેઠકો જીતીશું

અમિત શાહે દાવો કર્યો હતો કે, ભાજપ આગામી લોકસભાની ચૂંટણીએમાં 73 થી 74 બેઠકો જીતશે. સ્વચ્છતા, ગંગાના પાણીના શુદ્ધીકરણ, બેટી બચાઓ-બેટી પઢાઓ જેવી યોજનાઓનો ઉલ્લેખ કરી શાહે ભાજપ સરકારના વખાણ કર્યા હતાં.

રાહુલ-સોનિયા પર નિશાન

શાહે ગાંધી પરિવાર પર ફરીએકવાર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે છેલ્લા કેટલક સમયથી જામીન પર બહાર છે, જેમના પર ઈન્કમ ટેક્ષના 600 કરોડ રૂપિયાની ચુકવણી બાકી છે, આવા લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યાં છે. તેમણે ટોણોં મારતા કહ્યું હતું કે, લોકોની સમજણ તમારા કરતા વધારે છે. કોંગ્રેસ પાર્ટી રાફેલ ડીલમાં ભ્રષ્ટાચારના આરોપો પર શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના શાસનકાલમાં દરેક સંરક્ષણ સોદામાં દલાલી થઈ છે, હવે મિશેલ મામા પકડાઈ ગયા છે તો પરસેવો છુટી રહ્યો છે.

દિલ્હીના રામલીલા મેદાનમાં પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે ગૃહ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, સિનિયર નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક નેતા ઉપસ્થિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન