BJP Condemn Statement Given By Sadhvi Pragya Thakur About Godse
  • Home
  • Election 2019
  • ‘દેશભક્ત ગોડસે’ મામલે બરાબરના ફસાયેલાં સાધ્વી પ્રજ્ઞાએ માગી માફી

‘દેશભક્ત ગોડસે’ મામલે બરાબરના ફસાયેલાં સાધ્વી પ્રજ્ઞાએ માગી માફી

 | 6:32 pm IST

ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલે વિવાદ વધતાં ભારતીય જનતા પાર્ટી બેકફુટ પર આવી ગઈ હતી. અને ખુદ ભાજપે જ સાધ્વીના આ નિવેદનની નિંદા કરી માફી માગવા માટે જણાવ્યું હતું. જે બાદ પ્રજ્ઞા ઠાકુરે માફી માગતા કહ્યું કે, આ મારી વ્યક્તિગત નિવેદન હતું. મારો ઈરાદો કોઈને દુખ પહોંચાડવાનો ન હતો. જો મારા નિવેદનથી કોઈને દુખ પહોંચ્યુ હોય તો હું માફી માગુ છું. ગાંધીજીએ જે દેશ માટે કર્યું, તેને કોઈ ભૂલાવી નહીં શકે. મારા નિવેદનને મીડિયાએ તોડી મરોડીને રજૂ કર્યું હતું.

રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની ગોળી મારી હત્યા કરી નાંખનારા નથુરામ ગોડ્સે વિશેની નિવેદનબાજી અટકવાનું નામ નથી લઈ રહી. કમલ હાસન બાદમાં ભારતીય જનતા પાર્ટીના ભોપાલ લોકસભાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુરે વિવાદિતી નિવેદન આપ્યુ છે. સાધ્વીએ કહ્યું છે કે નાથુરામ ગોડ્સે દેશભક્ત હતા, દેશભક્ત છે, દેશભક્ત રહેશે.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે નાથુરામ ગોડ્સેને આતંકવાદી કહેનારા લોકોએ પોતાની જાતને ચકાસવાની જરૂર છે. આવા લોકોને આ ચૂંટણીમાં જવાબ મળશે. કમલ હાસને આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા માંગવામાં આવતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આ ટિપ્પણી કરી હતી. કમલ હાસને નાથુરામ ગોડ્સેને કમલ હાસને આઝાદ ભારતના પ્રથમ હિંદુ આતંકવાદી ઠેરવ્યા હતા.

આ મામલે ભારે વિવાદ થયો હતો. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, ભાજપ સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન સાથે સહમત નથી. અમે તેની નિંદા કરીએ છીએ. પાર્ટી આ અંગે તેની પાસેથી સ્પષ્ટીકરણ માગશે અને તેના માટે સાર્વજનિક રીતે માફી માગવી જોઈએ.

અગાઉ સાધ્વીએ 26-11ના મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મુંબઈ પોલીસના અધિકારી હેમંત કરકરે અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. સાધ્વએ કહ્યું હતું કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તેમને ખોટી રીતે સંડોવી અને કરકરેએ અનહદ ત્રાસ આપ્યો હતો. જેથી મેં આપેલા શ્રાપના કારણે તેનું મૃત્યુ થયું હતું.

જુઓ આ વીડિયો પણ

ગુજરાત DRIએ ડ્રોનના સ્મગલરની કરી ધરપકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન