ભાજપ-કોંગ્રેસના આ ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ઇતિહાસ,જુઓ Video - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • ભાજપ-કોંગ્રેસના આ ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ઇતિહાસ,જુઓ Video

ભાજપ-કોંગ્રેસના આ ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ઇતિહાસ,જુઓ Video

 | 4:16 pm IST

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ટોપ 10 ઉમેદવારોનો વિધાનસભા
ચૂંટણીમાં સમાવેશ થાય છે. ડેડીયાપાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેશ વસાવા વિરૂદ્વ 24 ગુના નોંધાયેલા છે. વાંકાનેર
વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સોમાણી વિરૂદ્વ 13 ગુના નોંધાયેલા છે. કુતિયાણા બેઠક પરના NCPના ઉમેદવાર કાંધલ
જાડેજા વિરૂદ્વ 11 ગુના નોંધાયેલા છે. લાઠી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મર વિરૂદ્વ 9 ગુના નોંધાયેલા છે. વાંકાનેર બેઠકના કોંગ્રેસના મોહમ્મદ પીરજાદા વિરૂદ્વ 6 ગુના નોંધાયેલા છે. ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી સામે 6 ગુના નોંધાયેલા છે. તાલાળા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભગવાન બારડ વિરૂદ્વ 4 ગુના નોંધાયેલા છે. ભાવનગર વેસ્ટ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી વિરૂદ્વ 4 ગુના નોંધાયેલા છે. રાજકોટ વેસ્ટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે 4 ગુના નોંધાયેલા છે. માણાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જવાહર ચાવડા વિરૂદ્વ 3 ગુના નોંધાયેલા છે.