શપથ ગ્રહણ પહેલા અડધી રાત્રે ખુલી સુપ્રીમ કોર્ટ, જાણો 3 કલાકની કહાની - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શપથ ગ્રહણ પહેલા અડધી રાત્રે ખુલી સુપ્રીમ કોર્ટ, જાણો 3 કલાકની કહાની

શપથ ગ્રહણ પહેલા અડધી રાત્રે ખુલી સુપ્રીમ કોર્ટ, જાણો 3 કલાકની કહાની

 | 12:18 pm IST

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે આજે બીએસ યેદિયુરપ્પાએ શપથ ગ્રહણ કર્યાં. જોકે આ પહેલા બુધવારે અડધી રાત્રે ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. આ શપથ ગ્રહણ સમારોહ અટકાવવા માટે કોંગ્રેસે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દ્વાર ખુલાવ્યા હતાં. તો જાણો આખી રાતનો ઘટનાક્રમ

શું ઘટ્યું આખી રાત?

– રાત્રે 09:40 વાગ્યે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. 15 દિવસમાં બહુમત સાબિત કરવા કહ્યું.

– રાત્રે 10:40 વાગ્યે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટને કર્ણાટકમાં નવી સરકારના શપથ ગ્રહણ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી. સુપ્રીમ કોર્ટમાં અભિષેક મનુ સિંઘવી સાથે કોંગ્રેસના અન્ય વકીલોએ અરજી દાખલ કરી.

– રાતે 11:00 વાગ્યે સુપ્રીમ કોર્ટના આસિસ્ટેંટ રજિસ્ટારે CJIના ઘરે પહોંચી કોંગ્રેસની અરજી વિષે જાણકારી આપી. રાત્રે 12:45 વાગ્યે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિકારીઓની ટીમ CJIના ઘરે પહોંચી.

– રાત્રે 1:05 વાગ્યે સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે રાત્રે 1:45નો સમય આપ્યો. સુનાવણી માટે ચીફ જસ્ટિસે 3 જજોની બેંચ બનાવી.

– રાત્રે 1:40 વાગ્યે બંને પક્ષોના વકીલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, ભાજપ તરફથી ભૂતપૂર્વ એટોર્ની જનરલ મુકુલ રોહતગી હાજર થયા.

– રાત્રે 2 વાગ્યે કર્ણાટક મામલે 15 મીનીટ મોડી સુનાવણી શરૂ થઈ.

– રાત્રે 2:10 વાગ્યે એટોર્ની જનરલ કે કે વેણુગોપાલ પણ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.

– સવારે 5:10 વાગ્યે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઈ. કોર્ટનો નિર્ણય લખવામાં આવ્યો. કોર્ટે યેદિયુરપ્પાને 15 અને 16મેના સમર્થનનો પત્ર પણ જમા કરાવવા કહ્યું. સુપ્રીમ કોર્ટે કર્ણાટક અને યૂનિયન ઓફ ઈંડિયાના તમામ પક્ષકારોને પણ નોટિસ પાઠવી.

– સવારે 5:30 વાગ્યે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શુક્રવારે સવારે 10:30 વાગ્યે આ મામલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ભાજપના સમર્થક ધારાસભ્યોની યાદી માંગી. સુપ્રીમ કોર્ટે યેદિયુરપ્પાના શપથ ગ્રહણને લીલી ઝંડી દેખાડી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે શપથ ગ્રહણ અટકાવી ન શકીએ.