BJP Cross 250 and NDA get About 300 Seat In Loksabha 2019 : Rajasthan Satta Bazar
  • Home
  • Election 2019
  • લોકસભા ચૂંટણી 2019: સટ્ટા બજારના મતે BJP-NDAને મળનાર સીટોનો અંદાજો જાણી આંખો થઇ જશે પહોળી

લોકસભા ચૂંટણી 2019: સટ્ટા બજારના મતે BJP-NDAને મળનાર સીટોનો અંદાજો જાણી આંખો થઇ જશે પહોળી

 | 1:07 pm IST

રાજસ્થાનના સટ્ટા બજારનું માનીએ તો કેન્દ્રમાં આગળની સરકાર એનડીએની બનવા જઇ રહી છે. જોધપુર નજીક આવેલા ફાલોડીના સટ્ટા બજારમાં ભાજપને 250થી વધુ અને એનડીએને 300-310 સીટો મળવાની ધારણા વ્યકત કરાઇ છે. તો સટ્ટા બજારે કોંગ્રેસને પહેલાંથી પણ ઓછી સીટો આપી છે.

હવે તાજા અંદાજા પ્રમાણે પહેલાં 100ની સરખામણીમાં કોંગ્રેસને 72 થી 74 સીટો પર સમટેાઇ જશે. રાજસ્થાનની વાત કરીએ તો સટ્ટા બજારના મતે રાજ્યની કુલ 25 સીટોમાંથી 18 થી 20 સીટ પર ભાજપની જીત થશે.

સટ્ટા બજાર તેનો શ્રેય પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇકને આપે છે. તેમનું માનવું છે કે આ ઘટના બાદથી ભાજપની તરફથી મતદાઓનું વલણ ઝડપથી બદલાયું છે. મતદાતાઓને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલેથી જ મજૂબત બનીને ઉભર્યા છે.

ફાલોડીના બુકીઝનું એર સ્ટ્રાઇક પહેલાં માનવું હતું કે એનડીએને અંદાજે 280 સીટો મળશે અને ભાજપને 200થી વધુ. તેમના મતે એરસ્ટ્રાઇક બાદ મતદાતાઓને મૂડ બદલાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન