ભાજપે 28 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, એક મહિલાનો સમાવેશ - Sandesh
  • Home
  • Gandhinagar
  • ભાજપે 28 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, એક મહિલાનો સમાવેશ

ભાજપે 28 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, એક મહિલાનો સમાવેશ

 | 12:22 pm IST

ભારતીય જનતા પાર્ટીએ 28 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી છે. આમ ભાજપે કુલ 134 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ત્રીજી યાદીમાં વિધાનસભાની દસાડા (SC) બેઠક ઉપરથી રમણભાઈ વોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં માત્ર એક મહિલા ઉમેદવારને સમાવેશ કરવામાં આવ્યો છે.  આમ ચાલો જોઈએ ત્રીજી યાદીમાં ભાજપે કયા કયા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે.

કોનું ક્યાંથી પત્તું કપાયું?
જામનગર દક્ષિણથી વસુબેન ત્રિવેદી, કતારગામથી મંત્રી નાનુ વાનાણી, ધ્રાંગધ્રાથી જ્યંતિ કવાડિયા, રાજકોટ ગ્રામ્યમાં ભાનુ બાબરિયા, માંડવી બેઠક પરથી તારાચંદ છેડા, કેશોદથી અરવિંદ લાડાણી, સાવરકુંડલાથી વલ્લભ વઘાસિયા, કેશોદથી અરવિંદ લાડાણી, તળાજામાં શિવાભાઈ ગોહિલ, કામરેજથી પ્રફુલ પાનસેરિયા, સુરત ઉત્તરથી અજય ચોક્સી, ઉધનાથી નરોત્તમ પટેલ ઉપરાંત દસાડાથી પૂનમ મકવાણાનું પત્તુ કપાયું હોવાનું જાણવા મળ્યું છે.