કર્ણાટક પરિણામ : ભાજપની લહેર સાથે શેરબજારમાં પણ તેજીનો માહોલ, 400 પોઇન્ટનો ઉછાળો - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કર્ણાટક પરિણામ : ભાજપની લહેર સાથે શેરબજારમાં પણ તેજીનો માહોલ, 400 પોઇન્ટનો ઉછાળો

કર્ણાટક પરિણામ : ભાજપની લહેર સાથે શેરબજારમાં પણ તેજીનો માહોલ, 400 પોઇન્ટનો ઉછાળો

 | 11:07 am IST

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં ભાજપ પોતાના એકલાના દમ પર બહુમતી મળી રહી છે. જેના કારણે શેર બજારમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેકસમાં 400થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો છે જેને જોતાં 35,900નો આંકડો પાર થઈ ગયો છે. બીજી તરફ નિફ્ટીમાં પણ 100 જેટલા અંકોનો વધારો જોવા મળે રહ્યો છે જેની સાથે 10,900નો અંક ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે.

આ અગાઉ સોમવારે અને શુક્રવારે બજારમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે મંગળવારે મિક્સ પ્રતિભાવ સાથે બજારની શરૂઆત થઈ હતી. જેમાં ઓપનિંગ સમયે બજારમાં 30 શેરોમાં 19 પોઇન્ટનો વધારો સાથે 35,537 પર ખુલ્યું હતું. જ્યારે નિફ્ટીમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો હતો. જેમ જેમ ભાજપની સ્થિતિ મજબૂત થતી ગઈ તેમ બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. સવારે 11 કલાકે બજારમાં 360 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે.