પોતાની જ કોલેજની વિદ્યાર્થીની છેડતી કરનાર પૂર્વ MLAને મળ્યો મેથીપાક, જુઓ Video

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના વારાસણી (Varanasi)માં છેડછાડના આરોપમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય (Former BJP MLA) ને લોકોએ જાહેરમાં જ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. એટલું જ નહીં પણ કાન પકડીને માફી પણ મંગાવી હતી. આ આખી ઘટનાનો વીડિયો (Video Viral) પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે.
એક ઈંટર કોલેજના ચેરમેન (Chairman)અને ભાજપના પૂર્વ ધારાસભ્ય માયા શંકર પાઠક (Maya Shankar Pathak) પર એક વિદ્યાર્થીનીએ અશ્લિલ હરકત કરવાનો આરોપ લગાવ્યો હતો. હાલ પોલીસ વાઈરલ વીડિયોની તપાસની વાત કરી રહી છે. પરિવારજનો દ્વારા પોલીસને કોઈ જાણ કરાઈ નથી.
Ex-Bjp UP MLA Maya Shankar pathak getting beaten up by family members of a girl after she complain about being getting molested by him pic.twitter.com/GuyfhgriHp
— Swapan kumar Roy (@Swapanexdefence) January 10, 2021
સીનિયર IPS અધિકારીએ જ કરી હતી તપાસની માંગ
ચૌબેપુર ભગતુઆના રહેવાસી માયાશંકર પાઠક કોલેજના ચેરમેન છે. આરોપ લગાવનારી વિદ્યાર્થીની પણ તેમની જ કોલેજમાં અભ્યાસ કરે છે. છેડતી કર્યાના આરોપસર પરિવાજનોએ માયા શંકરને માર માર્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે, ઘણી વખત તે દીકરી સાથે ગંદી વાતો કરતો હતો. આખરે કંટાળીને જ્યારે વિદ્યાર્થીનીએ ઘરે આખી વાત જણાવી તો શનિવારે પરિવારના લોકો કોલેજમાં પહોંચી ગયા. માયાશંકરે જ્યારે ભૂલ સ્વીકારી તો તેને માર મારવામાં આવ્યો હતો.
CO પિંડરા અભિષેક કુમાર પાંડેયે જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયો છે. જેની તપાસ કરાવવામાં આવી રહી છે. હાલ બન્ને પક્ષોમાંથી કોઈએ પણ પોલીસ ફરિયાદ કરી નથી. તપાસ પછી કાર્યવાહી કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન