ખેડૂતો-સુવર્ણોની નારાજગી સામે ઝઝુતી BJPને માયાવતી જીવનદાન આપી બેઠા - Sandesh
  • Home
  • Featured
  • ખેડૂતો-સુવર્ણોની નારાજગી સામે ઝઝુતી BJPને માયાવતી જીવનદાન આપી બેઠા

ખેડૂતો-સુવર્ણોની નારાજગી સામે ઝઝુતી BJPને માયાવતી જીવનદાન આપી બેઠા

 | 8:58 am IST

ઉત્તર પ્રદેશમાં ખેડૂત આંદોલન અને સુવર્ણોની નારાજગીથી ચિંતિત ભારતીય જનતા પાર્ટીને માયાવતીની બહુજન સમાજ પાર્ટીના નવા વલણે રાહત બક્ષી છે. બપાના કોંગ્રેસ સાથે જોડાણ ના કરવાના કારણો ઘણા ઉંડા છે અને ભાજપ તેને વ્યાપક સંદર્ભમાં જોઈ રહી છે.

કેન્દ્રીય મંત્રી તથા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કટાક્ષ કરતા કહ્યું હતું કે, ગઠબંધન રચવું કોંગ્રેસના ડીએનએમાં છે જ નહી. તો બીજી તરફ માયાવતીએ કોંગ્રેસ સાથે મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં ગઠબંધન ના કરવાને લઈને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે તાજેતરમાં જ આપેલા નિવેદનને આધાર બનાવ્યો છે. પરંતુ છત્તીસગઠમાં કોંગ્રેસથી અલગ થયેલા અજીત જોગી સાથે તાલમેલ અને મધ્ય પ્રદેશમાં અનેક બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી બસપાએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તે કોંગ્રેસ સાથે જોડાણ કરવા ધારતી નથી.

હવે બસપાના આ નિર્ણયથી આડકતરી રીતે ભાજપને જ રાહત મળી છે. કહેવાય છે કે બસપા કોંગ્રેસને લઈને પોતાનું ભવિષ્યમાં પણ યથાવત જ રાખશે.

ભાજપ માટે લાભદાયક

ભાજપ માટે સૌથી મહત્વનું રાજ્ય છે ઉત્તર પ્રદેશ. અહીં તેને સુવર્ણ જાતિઓના અનેક સંગઠનો વિરોધ અને તાજેતરમાં જ ખેડૂત આંદોલનને લઈને ખેડૂતોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. એ સ્થિતિમાં બસપાના વલણમાં ભાજપને ભવિષ્યમાં આશા દેખાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં સપા-બસપા-કોંગ્રેસ-રાલોદમાં ગઠબંધનની કવાયત ચાલી રહી છે. પરંતુ બસપાનું તાજેતરનું વલણ આ ગઠબંધન માટે ઝાટકા સમાન છે અને ભાજપ માટે લાભદાયક.

કોંગ્રેસના ડીએનએમાં જ નથી

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું છે કે, કોંગ્રેસ કોની સાથે ગઠબંધન કરે છે તે તેની અંગત બાબત છે. પરંતુ માયાવતીની ચિંતાઓ તથા પીડાને ધ્યાનમાં રાખી તે માત્ર એટલુ જ કહી શકે કે, ગઠબંધન કોંગ્રેસના ડીએનએમાં છે જ નહીં. તે માત્ર એક જ પરિવારને મહત્વ આપે છે.

કોંગ્રેસની ડૂબતી નૈયા

ભાજપના નેતા તથા ઉત્તર પ્રદેશ સરકારમાં વિજળી મંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું છે કે, કોંગ્રેસનું વહાણ ડુબી રહ્યું છે. અને રાજનીતિમાં જુબતા જહાજમાં કોઈ જ સાથી પક્ષ પગ મુકતો નથી. કોંગ્રેસે નક્કી જ કરી લીધું છે કે, અમે તો ડૂબીશું જ તમને પણ લઈ ડૂબીશું. 2017માં ઉત્તર પ્રદેશમાં એ સાબિત પણ થયું જયારે કોંગ્રેસ સાથે સપાની નૌકા પણ ડુબી.