ચૂંટણીના સમીકરણ વચ્ચે રાજ્યસભા માટે ભાજપે વધુ ત્રણ નામ ફાઈનલ કર્યા - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચૂંટણીના સમીકરણ વચ્ચે રાજ્યસભા માટે ભાજપે વધુ ત્રણ નામ ફાઈનલ કર્યા

ચૂંટણીના સમીકરણ વચ્ચે રાજ્યસભા માટે ભાજપે વધુ ત્રણ નામ ફાઈનલ કર્યા

 | 5:17 pm IST

દેશમાં 16 રાજ્યોની 58 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઈનલ થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ, સપા અને બસપા ઉપરાંત ભાજપ પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવા લાગ્યું છે. ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીના પગલે ત્રણ નામો ફાઈનલ કરી દીધા છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાએ અનિલ જૈન, અશોક વાજપેયી અને જીવીએલ નરસિંહ રાવ પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર બની શકે છે.

2019 ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે ઉ.પ્રમાં બ્રાહ્મણ ચેહેરા તરીકે અશોક વાજપેયીનું નામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. વાજપેયી સપા છોડી ભાજપમાં આવ્યા છે. જેઓ મુલાયમ સિંહના નજીકના નેતા હોવાનું ગણવામાં આવતાં હતા.

અનિલ જૈન મધ્યપ્રદેશથી ભાજપના વરિષ્ઠ નેતા ગણવામાં આવે છે. જૈન હરિયાણા અને છત્તીસગઢમાં પ્રભારી છે. મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઇ રહી છે. જેને જોતાં તેમને રાજ્યસભાની બેઠક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીવીએલ નરસિંહા રાવ પાર્ટીના પ્રવક્તા છે. રાવ દ.ભારતથી આવે છે. જેમાં આ વર્ષે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી થશે અને 2019માં લોકસભાની ચૂંટણી યોજાશે.

ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો પર મતદાન થશે. જેમાં ભાજપના 8 ઉમેદવાર પહોંચવાનું નક્કી છે. મધ્યપ્રદેશમાં પણ 5 બેઠકો પર મતદાન થશે. જ્યારે આંધ્ર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાનમાં ત્રણ-ત્રણ બેઠકો પર મતદાન થશે. જ્યારે મહારાષ્ટ્ર અને બિહારમાં 6-6 બેઠકો પર મતદાન થશે.