BJP First Candidate List Released
 • Home
 • Election 2019
 • Election 2019: બીજેપીનું પ્રથમ લિસ્ટ જાહેર, અમિત શાહ ગાંધીનગરથી લોકસભામાં ઝંપલાવશે

Election 2019: બીજેપીનું પ્રથમ લિસ્ટ જાહેર, અમિત શાહ ગાંધીનગરથી લોકસભામાં ઝંપલાવશે

 | 7:36 pm IST

લોકસભા ચૂંટણી 2019ને લઇને ભારતીય જનતા પાર્ટીની પહેલી યાદીનો ઇંતઝાર ખત્મ થઇ ગયો છે. સત્તાધારી પાર્ટીએ 184 નામ ફાઇનલ કર્યા છે. આ લિસ્ટમાં ઘણા નામો સામેલ કરવામાં આવ્યા છે જે ચોંકાવે તેવા છે. તો કેટલાક નામ નથી જે જોઇને પણ ચોંકી શકો છો. 3 દિવસની બેઠક બાદ બીજેપીએ 184 ઉમેદવારોની યાદી પર ઠપ્પો માર્યો છે. જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણીમાં બીજેપીનાં ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

 • બિહારની 17 સીટો પર નિર્ણય થઇ ગયો છે, પરંતુ યાદી પ્રદેશ કમિટી પાસે મોકલવામાં આવી છે. આ સીટોની પ્રદેશ કાર્યાલય જાહેરાત કરશે.
 • અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. લાકકૃષ્ણ અડવાણીની જગ્યાએ ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડશે. 
 • ઉત્તરપ્રદેશ પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે
 • રાજનાથ સિંહ લખનઊથી ચૂંટણી લડશે
 • નીતિન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે
 • ગાઝિયાબાદથી વીકે સિંહ
 • આગરાથી એસપી સિંહ બઘેલ
 • અલીગઢથી સતીષ ગૌતમ
 • એટાથી રાજવીર સિંહ
 • ગાઝીપુરથી મનોજ સિહ્ના
 • અમેઠીથી સ્મૃતિ ઈરાની
 • મથુરાથી હેમા માલિની
 • ઉન્નાવથી સાક્ષી મહારાજ લડશે ચૂંટણી
 • ગૌતમ બુદ્ધનગરથી મહેશ શર્મા
 • બાગપતથી સત્યપાલ સિંહ
 • મેરઠથી રાજેન્દ્ર અગ્રવાલ
 • હરદોઈથી જયપ્રકાશ રાવત
 • મુરાદાબાદથી કુંવર સર્વેશ સિંહ
 • ફતેપુર સીકરીથી રાજકુમાર ચહલ 
 • બદાયૂથી સંગમિત્રામૉર્ય
 • અલીગઢથી સતીશ ગૌતમ
 • સંતોશ કુમાર ગાંગવાર બરેલીથી 

 • મુંબઈ નૉર્થ-સેન્ટ્રલથી પૂનમ મહાજન
 • આસનસોલથી બાબુલ સુપ્રિયો
 • કોલકાતા નૉર્થથી રાહુલ સિન્હા
 • કોલકાતા સાઉથથી સીકે બૉઝ
 • ધૂલેથી સુભાષ ભામરે

 • મુઝફ્ફર નગરથી સંજીવ બાલ્યાન મેદાનમાં
 • ઉત્તરાખંડ ટિહરી ગઢવાલથી માલા રાજ્યલક્ષ્મી
 • ગઢવાલથી તિરથી સિંહ રાવત
 • અલ્મોડાથી અજય ટમટા
 • નૈનિતાલ-ઉધમસિંહ નગર- અજય ભટ્ટ
 • હરિદ્વારથી રમેશ પોખરિયાલ નિશંક
 • છત્તીસગઢ સરગુજાથી રેણુકા સિંહ 
 • રાયગઢથી ગોમતી સહાય 
 • જાંજગીર ચાંપાથી ગુહારામ અજગલે
 • કાંકેરથી મોહન મંડાવી
 • જમ્મુ-કાશ્મીર – જમ્મુથી જુગલ કિશોર
 • ઉધમપુરથી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ
 • અનંતનાગથી સૉફી યુસૂફ
 • શ્રીનગરથી ખાલિદ જહાંગીર
 • રાજસ્થાન બીકાનેરથી અર્જુન મેઘવાલ 
 • જયપુર ગ્રામીણથી રાજ્યવર્ધન રાઠોડ
 • ટોંક-સવાઈ માધોપુર – સુખીબીર સિંહ જૌનપુરિયા
 • અજમેરથી ભગીરથ ચૌધરી
 • ભીલવાડાથી સુભાષ ચંદ્ર
 • જોધપુરથી ગજેન્દ્ર શેખાવત
 • જાલૌરથી દેવી માનસિંહ પટેલ
 • ઉદયપુરથી અર્જુન લાલા મીણા 
 • ચિત્તોડગઢથી સીપી જોષી
 • કોટાથી ઓમ બિરલા
 • ઝાલાવાડથી દુષ્યંતસિંહ
 • પાલીથી પી.પી, ચૌધરીને ટિકિટ
 • ગોરખપુરથી અર્જૂનસિંહ લડશે ચૂંટણી
 • કેરલ કુમ્માનમ રાજશેખરન તિરૂવંતપુરમ સિટથી
 • કેજે અલ્ફૉનસ  ઇરનાકુલ સીટ પરથી ચૂંટણી લડશે
 • કોઈમ્બ્તૂરથી સી.પી.રાધાક્રિષ્ન્નને ટિકિટ
 • વિશાખાપટ્ટનમથી ડિ.પુર્ણદેશ્વરીને ટિકિટ

 • સીતાપુરથી રાજેશકુમાર વર્માને ટિકિટ
 • મુરાદાબાદથી સર્વેશકુમારને ટિકિટ
 • નટુ પટેલને દાદરાનગર હવેલીથી ટિકિટ
 • અરૂણાચલ ઈસ્ટથી કિરણ રિજ્જુને ટિકિટ 

તો છત્તીસગઢમાં પણ અત્યારનાં દરેક સાંસદની ટિકિટ કપાવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડનાં પૂર્વ સીએમ બીએસ ખંડૂરી અને બીએસ કોશ્યારીએ ખુદ ચૂંટણી ના લડવાનું મન બનાવી લીધું છે. બંને નેતા ઇચ્છા છે કે યુવાઓને તક આપવામાં આવે. પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્ર અને પૂર્વ ડેપ્યૂટી સ્પીકર કરિયા મૂંડા પણ ચૂંટણી ના લડવાનાં પક્ષમાં છે.

બીજેપીનાં વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી આ વખતે ચૂંટણી લડશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન