BJP First Time Contests on more than Congress in Loksabha Election
  • Home
  • Election 2019
  • ભારતીય રાજનીતિનો નવો અધ્યાય, પહેલીવાર BJP મેળવવા જઈ રહી છે આ સિદ્ધિ

ભારતીય રાજનીતિનો નવો અધ્યાય, પહેલીવાર BJP મેળવવા જઈ રહી છે આ સિદ્ધિ

 | 9:54 pm IST

ભારતીય રાજનીતિના માળખામાં થઈ રહેલા બદલાવનો વધુ એક સંકેત એ પણ છે કે બીજેપી પહેલીવાર લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસથી વધુ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે આ પહેલા 2014માં બીજેપીએ તેના ઇતિહાસમાં સૌથી વધુ લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી હતી. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીનું અત્યાર સુધી સૌથી ખરાબ પ્રદર્શન રહેતા માત્ર 44 બેઠકો પ્રાપ્ત થઈ હતી. એક વખત માત્ર ઉત્તર ભારતની માનવામાં આવતી પાર્ટી બીજેપીના ઉમેદવારોની સંખ્યા દર્શાવે છે કે પાર્ટી સંપૂર્ણ દેશમાં વિસ્તાર કરી રહી છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધનના ચક્કરમાં ઓછી બેઠકો પર લડી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 423 બેઠકો પર તેના ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે બીજેપીએ 437 બેઠકો પર તેના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં સીધે ઉતાર્યા છે. જોકે રિપોર્ટ મુજબ યુપીમાં કોંગ્રેસ વધુ બેઠકો માટે તેના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. પરંતુ તેમ છતાં તેઓ બીજેપીને પાછળ મૂકે એવું લાગતું નથી. રાજનીતિક વિશ્લેષકોના જણાવ્યા મુજબ આ એક ઐતિહાસિક પળ છે કારણ કે આઝાદી પછીથી કોંગ્રેસ ને જ હંમેશા રાષ્ટ્રીય દળ તરીકે જોવામાં આવ્યો છે.

2014માં બીજેપીની જીત થયા બાદ પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે જોરદાર વિસ્તાર કર્યો છે. એક તરફ તેને 282 બેઠકો પર તેના દમ પર જીત મળી જ્યારે કોંગ્રેસ માત્ર 44 બેઠક પર સમેટાઈ અને મુખ્ય વિપક્ષી દળનું સ્થાન પણ ન મળ્યું. તમને જણાવી દઈએ કે 2014માં કોંગ્રેસે ભલે માત્ર 44 બેઠકો મળી હતી પરંતુ ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો કોંગ્રેસ બીજેપી કરતા આગળ હતી. ત્યારે કોંગ્રેસે 464 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જ્યારે બીજેપીએ 428 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા. 2009માં બીજેપી 433 જ્યારે કોંગ્રેસે 440 બેઠકો પર પર ચૂંટણી લડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન