કોંગ્રેસના લિંગાયત સમુદાયના ધારાસભ્યોને આવી રીતે સાધી રહી છે BJP - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કોંગ્રેસના લિંગાયત સમુદાયના ધારાસભ્યોને આવી રીતે સાધી રહી છે BJP

કોંગ્રેસના લિંગાયત સમુદાયના ધારાસભ્યોને આવી રીતે સાધી રહી છે BJP

 | 3:25 pm IST

કર્ણાટકમાં સરકાર બનાવવાને લઈને રાજકીય પાર્ટીઓ વચ્ચે દાવ-પેચનો સીલસીલો યથાવત છે. ભાજપ-કોંગ્રેસ-જેડીએસમાં બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોતાના ધારાસભ્યોને વિશ્વાસમાં રાખીને સરકાર રચવા તરફથી આગળ વધી રહ્યાં છે. તે દરમિયાન જ ભાજપના દાવાએ કોંગ્રેસની ઉંઘ હરામ કરી નાખી છે.

ભાજપ કોંગ્રેસ પાર્ટીના લિંગાયત સમુદાયના ધારાસભ્યો પર વધુ ધ્યાન આપી રહી છે. જેના માટે પાર્ટી લિંગાયત મઠોનો સંપર્ક કરી રહી છે. ભાજપના આ પ્રયાસ પાછળનું ગણિત એ છે કે, આમ કરવાથી લિંગાયત સમુદાયના ધારાસભ્યો યેદિયુરપ્પાના સંપર્કમાં આવે. આ ઉપરાંત ભાજપ રાજ્યપાલના નિર્ણયની પણ રાહ જોઈ રહી છે.

યેદિયુરપ્પા પોતે પણ લિંગાયત સમુદાયના

ભાજપ તરફથી કર્ણાટકના મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પા પોતે પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. યેદિયુરપ્પા રાજ્યના સૌથી પ્રભાવી એવા લિંગાયત સમુદાયના છે. 1972માં તેમણે શિકારીપુરા તાલુકા જનસંઘના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં અને તેમને રાજનીતિ એન્ટ્રી મારી હતી. 1977માં જનતા પાર્ટીના સચિવ પદ પર બિરાજતા જ રાજનીતિમાં તેમનું કદ રાતોરાત જ અનેક ગણું વધી ગયું.