ગાંધીજીની હત્યા કોણે કરી? વિડીયો દ્વારા કોંગ્રેસે આપ્યો RSSને જવાબ - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગાંધીજીની હત્યા કોણે કરી? વિડીયો દ્વારા કોંગ્રેસે આપ્યો RSSને જવાબ

ગાંધીજીની હત્યા કોણે કરી? વિડીયો દ્વારા કોંગ્રેસે આપ્યો RSSને જવાબ

 | 7:20 pm IST

સંઘના માનહાનિના દાવા મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભિવંડી કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીના કોર્ટમાં હાજર થયા પછી કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. ગાંધીજી કો કિસને મારા !!! આ હેડલાઈન સાથે 1.27 મિનિટનો આ વિડીયો ટ્વિટ કરવામાં આવેલ છે. જેમાં ઘણાં લોકો સાથે વાતચીત કરવામાં આવી છે.

વિડીયોમાં તમામ લોકોને સવાલ કરવામાં આવે છે ગાંધીજીને કોણે માર્યા? જેના જવાબમાં તમામ લોકો કહે છેકે, ગાંધીજીને નાથૂરામ ગોડસે માર્યા હતા. વિડીયોમાં કેટલાંક લોકોને એમ પણ કહે છેકે, ગાંધીજીને ભલે ગોડસેએ માર્યા હોય પરંતુ તેમની હત્યા પાછળ રાજનીતિક કારણ પણ રહેલું છે.

જ્યારે બીજી તરફ કોઇકે કહ્યું કે, ગોડસેમાં જે નફરતની ભાવનાએ જન્મ લીધો હતો, તેના માટે RSS જવાબદાર હતું, તો કેટલાંકે કહ્યું કે, સંઘની વિચારધારામાં પ્રભાવિત થઈને ગોડસેએ ગાંધીજીને માર્યા હતા. એક વ્યક્તિએ ત્યાં સુધી કહ્યું કે, ગાંધીજીની હત્યા પછી પૂણેમાં મિઠાઈ વેચવામાં આવી હતી. સાચી વાત છેકે RSS સમર્થકો દ્વારા ગાંધીજીની હત્યા પર ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

આ વિડીયો દ્વારા કોંગ્રેસ એ સંદેશો આપવા માંગે છેકે, આજે પણ રાહુલ ગાંધીએ RSS પર લગાવેલા પોતાના આરોપ માટે મક્કમ છે. જેના માટે જ લોકોને સવાલ કરી તેમની પાસે પ્રતિક્રિયા માંગી રજુ કરવામાં આવેલ છે. જેના જવાબમાં તમામ લોકોએ નાથૂરામ ગોડસેનું નામ લીધું અને RSSને જવાબદાર પણ ગણાવ્યું છે.

જો કે આજે રાહુલ ગાંધી પર RSSની માનહાનિ મામલે આરોપ નક્કી કરવામાં આવેલ છે. જેની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવતાં કહ્યું કે, આ મામલે હું દોષિત નથી.

આ સમગ્ર મામલની શરૂઆત 2014માં ભિવંડીમાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSSનો હાથ હોવાનું કહ્યું હતું. જેના મામલે સંઘ કાર્યકર્તાએ રાજેશ કુંટે ફરિયાદ દાખલ કરી હતી.