BJP Gautam Gambhir receives third threat Email, Probe On
  • Home
  • India
  • દિલ્હી પોલીસ પણ બચાવી નહીં શકે, ગૌતમ ગંભીરને ત્રીજીવખત ધમકીભર્યો ઇ-મેલ

દિલ્હી પોલીસ પણ બચાવી નહીં શકે, ગૌતમ ગંભીરને ત્રીજીવખત ધમકીભર્યો ઇ-મેલ

 | 1:29 pm IST
  • Share

  • ગૌતમ ગંભીરને આઇએસઆઇએસ કાશ્મીર એ ત્રીજી વખત જાનથી મારી નાંખવાની ધમકી આપી

  • પાકિસ્તાનના કરાચીથી ગંભીરને રવિવારના રોજ એક ઇ-મેલ મોકલ્યો છે

  • દિલ્હી પોલીસની અંદર અમારા જાસૂસ હાજર છે: ISIS

દિલ્હીથી ભાજપના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરને આઇએસઆઇએસ કાશ્મીર એ ત્રીજી વખત જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. તેમને 28મી નવેમ્બરના રોજ ધમકીભર્યો ઇ-મેલ મોકલ્યો છે. એટલું જ નહીં ઇ-મેલમાં દિલ્હી પોલીસનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તેમની સુરક્ષામાં લાગેલી પોલીસ પણ કંઇ કરી શકશે નહીં.

સૂત્રોના મતે પાકિસ્તાનના કરાચીથી ગંભીરને રવિવારના રોજ એક ઇ-મેલ મોકલ્યો છે જેમાં તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. આ ઇ-મેલ આઇએસઆઇએસ કાશ્મીરના આઇડી પરથી આવ્યો છે. તેમાં લખ્યું છે કે દિલ્હી પોલીસ અને આઇપીએસ શ્વેતા ચૌહાણ (ડીસીપી સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ) પણ કંઇ કરી શકશે નહીં. તેની સાથે જ કહ્યું છે કે દિલ્હી પોલીસની અંદર અમારા જાસૂસ હાજર છે જે અમને તમારા અંગે બધી જ માહિતી આપી રહ્યા છે.

ગૌકમ ગંભીરના ઘરની સુરક્ષા વધારી દીધી
આની પહેલાં ગૌતમ ગંભીરને તાજેતરના દિવસોમાં બે વખત ધમકીભર્યા ઇ-મેલ મળી ચૂકયા છે. તે પણ ISIS કાશ્મીરે મોકલ્યા હતા. ત્યારબાદ પૂર્વ ક્રિકેટરના ઘરની સુરક્ષા વધારી દીધી હતી. જ્યારે ગૌતમ ગંભીરને પહેલાં જ ઇ-મેલ આવ્યો છે તેની તપાસ સાઇબર સેલ કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર પૂર્વ દિલ્હી સંસદીય વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા હતા. ગંભીર દરેક મુદ્દા પર પોતાના સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા છે. વધુમાં ગંભીર વિરોધ પક્ષના નેતાઓ પર પોતાની નિવેદનબાજીને લઇ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે નવજોત સિંહ સિદ્ધુને ઘેર્યા હતા. ગંભીરે સિદ્ધુને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને પોતાના ‘મોટા ભાઇ’ કહેવા પર કહ્યું કે પહેલાં તમે બાળકોને સરહદ પર મોકલો પછી આવા નિવેદન આપો. ગૌતમ ગંભીરે એમ પણ કહ્યું કે ભારત 70 વર્ષથી પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદની વિરૂદ્ધ લડી રહ્યું છે અને સિદ્ધુની તરફથી એક આતંકવાદી દેશના પ્રધાનમંત્રીને પોતાના મોટા ભાઇ કહેવું શરમજનક છે. ભારતીય ટીમના બેટસમેન રહી ચૂકેલા ગૌતમ ગંભીર 2011માં વર્લ્ડ કપ જીતનાર ટીમનો હિસ્સો રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો