BJP Gave Loksabha Ticket To Sunny Deol From Gurdaspur
  • Home
  • Election 2019
  • BJPએ વધુ એક યાદી કરી જાહેર, સની દેઓલને આ સીટ પરથી ઉતાર્યો મેદાને

BJPએ વધુ એક યાદી કરી જાહેર, સની દેઓલને આ સીટ પરથી ઉતાર્યો મેદાને

 | 9:49 pm IST

લોકસભા ચૂંટણી 2019 માટે બીજેપીએ વધુ એક લિસ્ટ જાહેર કર્યું છે. આ સૂચીમાં 3 ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. એક્શન હીરો સની દેઓલને ગુરૂદાસપુરથી ટિકિટ મળી છે. સની દેઓલ આજે જ બીજેપીમાં સામેલ થયા છે. લિસ્ટમાં બીજું નામ કિરણ ખેરનું છે. પાર્ટીએ તેમને ફરીથી ચંદીગઢથી મેદાને ઉતાર્યા છે. સોમપ્રકાશને પંજાબનાં હોશિયારપુરથી ઉમેદવાર બનાવ્યા છે. આ પહેલા આજે સની દેઓલ રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને રેલ મંત્રી પિયૂષ ગોયલની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા.

સની દેઓલે બીજેપી કાર્યાલયમાં મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, “મારા પિતા અટલજી સાથે જોડાયેલા હતા. આજે હું મોદીજી સાથે જોડાવવા માટે આવ્યો છું. હું આ પરિવાર માટે જે કરી શકું તે કરીશ. હું વાત નથી કરતો, હું મારા કામથી તમને દેખાડીશ.” બીજી તરફ સીતારમણે કહ્યું કે, “જેવી અમને ખબર પડી કે તેઓ પાર્ટીમાં સામેલ થઇ રહ્યા છે. હું તેમની ફિલ્મ બૉર્ડરથી ખુદને જોડીને દેખી શકું છું. આ ફિલ્મ બાદ આ વિષયનો ભારતીય દર્શકો પર પ્રભાવ સાબિત થઇ ગયો હતો. રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના જ્યારે ફિલ્મમાં આટલી સુંદર રીતે દર્શાવામાં આવે તો આ ભારતીય નાગરિકોનાં હ્રદયને સ્પર્શી જાય છે.”

વર્ષ 1983માં ફિલ્મ ‘બેતાબ’થી સની દેઓલે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીવુડમાં એન્ટ્રી કરી. તેમણે ‘બૉર્ડર’, ‘દામિની’ અને ‘ગદર’ જેવી હિટ ફિલ્મો આપી. 2014માં ગુરૂદાસપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ દિવંગત વિનોદ ખન્નાએ કર્યું હતુ. વિનોદ ખન્નાનાં નિધન બાદ આ સીટ કૉંગ્રેસ પાસે ગઈ હતી. બીજેપી ગુરૂદાસપુરને પોતાની પરંપરાગત સીટ માને છે. આ માટે તેમણે સની દેઓલ પર દાવ લગાવ્યો છે. 2014માં અહીં વિનોદ ખન્નાએ જીત મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન