સૌરાષ્ટ્રમાં ભાજપે આઠ મહિલાને ટિકિટ આપી જેમાંથી સાત વિજયી - Sandesh
  • Home
  • Gujarat
  • સૌરાષ્ટ્રમાં ભાજપે આઠ મહિલાને ટિકિટ આપી જેમાંથી સાત વિજયી

સૌરાષ્ટ્રમાં ભાજપે આઠ મહિલાને ટિકિટ આપી જેમાંથી સાત વિજયી

 | 2:44 am IST

સામાન્ય રીતે દરેક પક્ષ મહિલા સશકિતકરણની વાતો કરે છે પણ મહિલાઓને ટિકિટ આપવા અને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં અગ્રિમતા આપતા નથી. સૌરાષ્ટ્રની કુલ ૪૪ બેઠકોમાં ભાજપે આઠ મહિલાઓને ટિકિટ આપી હતી. જેમાં જેતપુરના જશુબેન કોરાટના પરાજયને બાદ કરતા બાકીના સાત મહિલા ઉમેદવારોનો વિજય થયો હતો.

ગત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ગુજરાતમાંથી કુલ ૧૯૧ મહિલાઓેએ જુદા જુદા પક્ષમાં અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ૬૭ મહિલાઓના ફોર્મ રદ થયા હતા અને ૬૪ની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી. આમાં સૌરાષ્ટ્રમાં ૨૭ મહિલાઓએ ઉમેદવારી કરી હતી. ર૦૧રના પરિણામમાં ભાજપના વઢવાણ બેઠક પર વર્ષાબેન દોશી, રાજકોટમાં ભાનુબહેન બાબરિયા, જામનગરમાં વસુબહેન ત્રિવેદી, જામખંભાળિયામાં પૂનમબહેન માડમ, મહુવામાં ભાવનાબહેન મકવાણા, તળાજામાં ભારતીબહેન શિયાળ,  ભાવનગર પૂર્વમાં વિભાવરીબહેન દવે વિજેતા થયા હતા. જયારે જેતપુર બેઠક પર જશુબહેન કોરાટનો કોંગ્રેસના ઉમેદવાર જયેશ રાદડિયા સામે પરાજય થયો હતો. બાકીના સૌરાષ્ટ્રના ઉમેદવારોમાં કોંગ્રેસ, અપક્ષ, જનતાદળ યુનાઈટેડ, બહુજન સમાજવાદી પાર્ટી, લોકશક્તિ જન પાર્ટીના કુલ ૧૮ મહિલાઓએ ડિપોઝિટ ગુમાવી હતી. કોંગ્રેસે ફકત ધારી અને માંગરોળમાં મહિલા ઉમેદવાર મૂકયા હતા પણ બંને હારી ગયા હતા પણ ડિપોઝિટ બચી ગઈ હતી.

ગુજરાત વિધાનસભાની ૨૦૧૨ની ચૂંટણીમાં દશ અપક્ષ મહિલાઓમાં રાજકોટ પિૃમ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉતર, જામખંભાળિયા, દ્વારકા, ભાવનગર બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી પણ ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી.હ્વ

આજ દિન સુધી અપક્ષ તરીકે મહિલા જીતી નથી

અમદાવાદ શહેર હોય કે, ગુજરાત પણ ભાજપ અને કોંગ્રેસ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં અન્યાય કરે છે. તેની પાછળનું કારણ એવું પણ છે કે, મહિલાઓ રાજકારણમાં રસ ઓછો લે છે. મહિલાઓ રાજકારણમાં વધુ રસ લે તો ભાજપ અને કોંગ્રેસ બંનેને ટિકિટ આપવા માટે મજબૂર કરી શકાય. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાથી માંડી અત્યાર સુધી એકપણ મહિલા ઉમેદવાર એવા મળ્યાં નથી કે જેઓએ કોઇપણ પક્ષના સિમ્બોલ વિના જ અપક્ષ ઉમેદવારી નોંધાવી હોય અને જીત મેળવી હોય. જો મહિલાઓ આ પ્રકારે ટિકિટ મેળવી લોકપ્રિયતાથી જીત મેળવી રાજકારણમાં દાવો કરતી થશે તો રાજકીય પક્ષોએ ટિકિટ આપવા મજબૂર થવું પડશે.