BJPને આવી ગઈ હતી PDPની ચાલની ગંધ, અમિત શાહે બનાવ્યો હતો સીક્રેટ પ્લાન - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • BJPને આવી ગઈ હતી PDPની ચાલની ગંધ, અમિત શાહે બનાવ્યો હતો સીક્રેટ પ્લાન

BJPને આવી ગઈ હતી PDPની ચાલની ગંધ, અમિત શાહે બનાવ્યો હતો સીક્રેટ પ્લાન

 | 1:50 pm IST

જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપી સાથેનું ત્રણ વર્ષ જુનુ ગઠબંધન એક જ ઝાટકે તોડી નાખ્યું. આ માટે ભાજપે મેહબૂબા મુફ્તીને જવાબદાર ઠેરવ્યા કે તેઓ સરકાર ચલાવવામાં રાજ્યની સ્થિતિ થાળે પાડવામાં નિષ્ફળ રહ્યાં. પરંતુ કહેવાય છે કે, પીડીપી ઓક્ટોબર સુધીમાં સરકાર પાડી દેવાની તૈયારીમાં હતી, જેની જાણ ભાજપને થઈ જતા તેણે જ પહેલો દાવ ખેલી નાખ્યો હતો.

ભાજપ અધ્યક્ષ અમિત શાહને ખાસ કરીને જમ્મુમાં ભાજપ-સંઘ કેડર તરફથી નારાજગી હોવાના રિપોર્ટ મળ્યાં હતાં. ત્યાર બાદ કેડરમાં ઉર્જાનો સંચાર કરવા માટે ઓપરેશન ઓલ આઉટને વધુ મારકણું બનાવવાની રણનીતિ પર કામ કરવાની ભાજપ તૈયારીઓ કરી રહી હતી.

આ તૈયારીના ભાગરૂપે રમઝાન દરમિયાન એવા કટ્ટરપંથીઓની એક યાદી તૈયાર કરવામાં આવી, જે યુવાઓને આતંકવાદના માર્ગે ધકેલતા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપના એક નેતાનું કહેવું છે કે, ઓપરેશનમાં યૂનીફાઈડ કમાંડના પ્રમુખ મુખ્યમંત્રી હોય છે અને જો પીડીપી-બીજેપીની સરકાર રહેતી તો આ ઓપરેશનમાં મેહબૂબા મુફ્તી અડચણરૂપ સાબીત થતા.

આ સ્થિતિમાં ગઠબંધન તોડવાને લઈને રાજ્યપાલ શાસનમાં આ ઓપરેશનને અંજામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતા અવારનવાર આરોપ લગાવત હતાં કે, આતંકવાદીઓ વિરૂદ્ધની કાર્યવાહીમાં પીડીપી સહયોગ નથી કરી રહી રહી. માટે જ ભાજપે પીડીપી સાથેથી છેડો ફાડવાનો નિર્ણય લીધો.

આ ઉપરાંત ગઠબંધન તૂટવાનું એક મહત્વપૂર્ણ કારણ 2019ની લોકસભાની ચૂંટણી પણ છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, ઓપરેશન ઓલ આઉટના પરિણામથી ભાજપને ચૂંટણીમાં લાભા પહોંચાડનારા છે. માટે જ આ પગલું ભરવું ભાજપ માટે મહત્વનું બની ગયું હતું.

ભાજપમાં આ મામલે મંથન કરવામાં આવ્યું. પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે તમામ પસાઓ પર ચર્ચા વિચારણા કર્યા બાદ દેશની અખંડતા અને રાષ્ટ્રવાદના નામે ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો.

એવુ પણ કહેવાય છે કે, પીડીપી ઓક્ટોબર મહિનામાં ભાજપ સાથે ગઠબંધન તોડવાની તૈયારીઓ કરી રહી હતી. જેની ગંધ ભાજપ અધ્યક્ષ અમિત શાહને આવી ગઈ હતી. આમ પીડીપી કોઈ નિર્ણય લે તે પહેલા જ ભાજપે ખેલ પાડી દીધો હતો.

એક સૂત્રના એ તો ત્યાં સુધી કહ્યું છે કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પીડીપીના નિર્ણય બાદ ઓપરેશન ઓલ આઉટ ઝડપી બનાવવામાં બરફવર્ષાના કારણે અડચણો ઉભી થાય. માતે ગઠબંધન તોડવાનો નિર્ણય કરવો અનિવાર્ય હતો.