BJP High Command theory will disrupt caste-representation in BJP government
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હાઈકમાન્ડની નવી થિયરીથી ભાજપ સરકારમાં જ્ઞાતિ-ક્ષેત્રનું પ્રતિનિધિત્વ ખોરવાઈ જશે, 40માંથી 26ને મંત્રીપદે બેસાડવા જેવી સ્થિતિ

હાઈકમાન્ડની નવી થિયરીથી ભાજપ સરકારમાં જ્ઞાતિ-ક્ષેત્રનું પ્રતિનિધિત્વ ખોરવાઈ જશે, 40માંથી 26ને મંત્રીપદે બેસાડવા જેવી સ્થિતિ

 | 7:22 am IST
  • Share

  • બે શહેરોની જ સરકાર બને તેવો ઘાટ, મંત્રી પદને લાયક ૫૧ પૈકી સુરત-અમદાવાદના જ ૧૬ ધારાસભ્યો
  • હાઈકમાન્ડની નવી થિયરીથી ભાજપ સરકારમાં જ્ઞાાતિ-ક્ષેત્રનું પ્રતિનિધિત્વ ખોરવાઈ જશે

ગાંધીનગર । મંત્રીમંડળમાં પણ નો- રિપિટની થિયરીને અમલમાં મુકવા ૧૧૨માંથી ભાજપ પાસે અગાઉ જેમને મંત્રીપદ મળ્યુ ન હોય તેવા માત્ર ૬૯ જ ધારાસભ્યો છે. જો કે, તેમાંથી દબંગ અને વિવાદાસ્પદ સાત ધારાસભ્યો સાથે ૬૫થી વધુ વયના ૧૧ને બાદ કરતા માત્ર ૫૧ જ બાકી રહે છે. તેમાંય અમદાવાદ અને સુરત શહેરમાંથી જ ૧૬ ધારાસભ્યો આવે છે. આથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાદ કરતા મંત્રી મંડળમાં નવા યુવાન, સ્વચ્છ સભ્યો પસંદ કરવા ભાજપ પાસે માત્ર ૪૦ ધારાસભ્યોનો જ વિકલ્પ રહે છે.

ભાજપમાં થતી ચર્ચા મુજબ ઓછા વિકલ્પોને કારણે મંત્રી મંડળમાં અમદાવાદ અને સુરત એમ શહેરોનું પ્રતિનિધિત્વ વધી જશે. ઉપરાંત નો- રિપિટ થિયરીને કારણે ૧૪ મહિનાની સરકારમાં જ્ઞાાતિ અને ક્ષેત્રના પ્રતિનિધિત્વ પણ ખોરવાઈ જશે. મેરિટને બદલે માત્ર અગાઉની કોઈ પણ સરકારમાં મંત્રી, સંસદિય સચિવ કે વિધાનસભાના પદ ન ભોગવ્યા હોય તેવા જ ધારાસભ્યો મંત્રીપદ માટે લાયક ગણવાના આ ખેલમાં કોંગ્રેસમાંથી આવેલા સાત જેટલા ધારાસભ્યો ફાવી જાય તો નવાઈ નહી.

ચૂડાસમાએ બંગલો ખાલી કર્યો, તમામ મંત્રીઓએ સરકારી કાર પરત મોકલી

ગાંધીનગર । નવી સરકારમાં મંત્રીમંડળની રચના થાય તે પહેલા જ સામાન્ય વહિવટ વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા મંગળવારની સાંજે મંત્રી નિવાસમાં ૧૫ મંત્રીઓને બંગલા ખાલી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. વિતેલા બે દિવસમાં રૃપાણી સરકારના તમામ મંત્રીઓ સરકારી મોટરકાર પરત સોંપી દિધી છે. આ પ્રકારના આદેશથી પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બુધવાર જ બંગલો ખાલી કરી આપ્યો હતો. પૂર્વ મંત્રી આર.સી.ફળદૂ, પ્રદિપસિંહ જાડેજાના નિવાસ્થાને પણ સામાન પેક થઈ રહ્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી બે- ત્રણ દિવસમાં જ સેક્ટર- ૮ ખાતે આવેલા પોતાના મકાને રહેવા જશે. સામાન્યતઃ નવી સરકારની રચના બાદ ત્રણ મહિના સુધી વૈકલ્પિક  વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મંત્રીઓ સરકારી બંગલામાં રહી  શકતા હોય છે. તેના માટે નિયત ભાડુ ચૂકવવાનું થાય છે. જો  કે, ૨૫ વર્ષના ભાજપના શાસનમાં ભાજપમાં જ સરકાર બદલાયાના  ૭૨ કલાકમાં આ પ્રકારની સુચનાઓ છુટતા જેમના અમદાવાદ કે  ગાંધીનગરમાં મકાન નથી તેવા પૂર્વ મંત્રીઓએ મંત્રી  નિવાસની બહાર મકાન ફાળવવા માંગણી કરી હતી.

રાત્રે બે વાગ્યે આવેલા નવા CMને સવારે ૮ વાગતા જ દોડવું પડયું !

ગાંધીનગર । બુધવારે સવારે મંત્રીમંડળની રચના હોવાથી નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સવારે આઠ વાગ્યે જ અમદાવાદ સ્થિત નિવાસસ્થાને જ ગાંધીનગર જવા નિકળવુ પડયુ હતુ. સૌરાષ્ટ્રના પુરગ્રસ્ત ક્ષેત્રોની મૂલાકાત બાદે તેઓ રાતે બે વાગ્યે ઘરે પહોંચ્યા હતા. આ દોડધામ પછી પણ બુધવારે શપથવિધી તો ન થઈ ! એટલું ઓછું હોય તેમ મોડી સાંજે અમદાવાદ સ્થિત ઇજીજીના કાર્યલયના શરણે જવું પડયું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો