ભાજપે હિન્દુત્વની સીડી ફેંકી દીધી છે : શિવસેના - Sandesh
  • Home
  • Mumbai
  • ભાજપે હિન્દુત્વની સીડી ફેંકી દીધી છે : શિવસેના

ભાજપે હિન્દુત્વની સીડી ફેંકી દીધી છે : શિવસેના

 | 2:39 am IST

। મુંબઈ ।

શિવસેનાએ મંગળવારે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભાજપ હિન્દુત્વની સીડી ચડી સત્તામાં આવ્યો, પણ હેતુ સિદ્ધ થઈ ગયા બાદ પછી તેણે ફેંકી દીધી. ભાજપ પર હિન્દુત્વની પીઠમાં ખંજર ભોંકવાનો આક્ષેપ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે હિન્દુઓને કરવામાં આવેલા વાયદા હજી સુધી પૂરા કરવામાં આવ્યા નથી. દરમિયાન શિવસેનાએ કહ્યું કે આજે હિન્દુઓ નિરાશ છે, કારણ કે ભાજપ હવે કોંગ્રેસ જેવી થઈ ગઈ છે.

પાર્ટીએ પોતાના મુખપત્ર ‘સામના’ના અગ્રલેખમાં કહ્યું છે કે કોંગ્રેસે આટલાં વર્ષો સુધી મુસ્લિમોને ખુશ કરવાની કોશિશ કરી, પણ ભાજપ હિન્દુઓનો ખ્યાલ રાખવાને બદલે તેમને ધર્મનિરપેક્ષ બનાવવામાં લાગ્યો છે. શિવસેનાએ દાવો કર્યો કે હિન્દુઓ આજે નિરાશ છે. પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ભાજપે હિન્દુઓનો ઉપયોગ કર્યો જેવી રીતે મુસલમાનોનો કોંગ્રેસે કર્યો.

;