BJP Is Doing Horse Trading In Rajsathna Says Ashok Gehlot
  • Home
  • Featured
  • રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર પાડવાનું ષડયંત્ર, ગેહલોતે BJP પર લગાવ્યા સણસણતા આરોપ

રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર પાડવાનું ષડયંત્ર, ગેહલોતે BJP પર લગાવ્યા સણસણતા આરોપ

 | 3:25 pm IST

રાજસ્થાનની કૉંગ્રેસ સરકારને પાડવાનાં ષડયંત્રનાં ખુલાસા અને એસઓજી તરફથી કેસ નોંધ્યા બાદ શનિવારનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રેસ કૉન્ફરન્સ બોલાવી. તેમણે કહ્યું કે, આગામી ચૂંટણી કૉંગ્રેસ જીતશે અને જનતા આ ષડયંત્રનો બીજેપીને પાઠ ભણાવશે. પ્રેસ કૉન્ફરન્સમાં હૉર્સ ટ્રેડિંગની પાછળ ડેપ્યૂટી સીએમનાં સીએમ બનવા માટેનાં ષડયંત્રનાં પ્રશ્ન અને કૉંગ્રેસમાં જૂથવાદનાં પ્રશ્ન પર મુખ્યમંત્રી ગેહલોતે મજાક કરતા કહ્યું કે, “મુખ્યમંત્રી બનવા કોણ નથી ઇચ્છતુ?” જો કે બાદમાં તેમણે કહ્યું કે, આવું બિલકુલ નથી. તેમણે સીધે-સીધો આરોપ લગાવ્યો કે ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઑફર આપવામાં આવી રહી છે.

ધારાસભ્યોને 10-10 કરોડ રૂપિયા એડવાન્સ

ગેહલોતે કહ્યું કે, સતીશ પૂનિયા હોય અથવા રાજ્યવર્ધન સિંહ રાઠૌર, તે કેન્દ્રનાં ઇશારે અમારી સરકાર પાડવા માટે ગેમ રમી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ધારાસભ્યોને 10-10 કરોડ રૂપિયા એડવાન્સ અને સરકાર પડ્યા બાદ 15-15 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે. ધારસભ્યોને લાલચ આપીને રાજ્યની કૉંગ્રેસ સરકારને અસ્થિર કરવાનાં પ્રયાસનાં આરોપો પર રાજસ્થાન પોલીસનાં વિશેષ કાર્યબળ (SOG)એ મુખ્યમંત્રી અશોક ગેહલોત, ઉપ-મુખ્યમંત્રી સચિન પાયલોટ અને સરકારનાં ચીફ વ્હીપ મહેશ જોશીને નિવેદન આપવા માટે બોલાવ્યા છે.

સત્તારૂઢ પાર્ટીનાં ધારાસભ્યોને લાલચ આપવામાં આવી રહી છે

એસઓજીએ આ મામલે બે મોબાઇલ નંબરોની તપાસ બાદ સામે આવેલા તથ્યોનાં આધારે રાજ્યમાં ધારાસભ્યોની ખરીદી અને ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના આરોપોમાં શુક્રવારનાં એક કેસ નોંધવામાં આવ્યો. એસઓજી અધિકારીઓ અનુસાર આ નંબરો પર થયેલી વાતચીતથી એવું જાણવા મળે છે કે રાજ્ય સરકારને પાડવા માટે સત્તારૂઢ પાર્ટીનાં ધારાસભ્યોને લાલચ આપવામાં આવી રહી છે. ગત 19 જૂનનાં રાજ્યથી રાજ્યસભાની ત્રણ સીટો માટે ચૂંટણી પહેલા સત્તારૂઢ કૉંગ્રેસનાં કેટલાક ધારાસભ્યોને લાલચ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

કરોડો રૂપિયાની રોકડ જયપુર મોકલવામાં આવી રહી છે

પાર્ટી તરફથી આની ફરિયાદ એસઓજીને કરવામાં આવી. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યમાં ધારસભ્યોને લાલચ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કરોડો રૂપિયાની રોકડ જયપુર મોકલવામાં આવી રહી છે. રાજ્ય વિધાનસભામાં કુલ 200 ધારાસભ્યોમાંથી કૉંગ્રેસની પાસે 107 ધારસભ્યો અને ભાજપાની પાસે 72 ધારસભ્યો છે. રાજ્યનાં 13માંથી 12 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ કૉંગ્રેસને છે.

આ વિડીયો પણ જુઓ: ભાવનગર બપોર બાદ બજારો સ્વંયભૂ બંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન