કર્ણાટકમાં હવે આવી રીતે બહુમત સાબિત કરશે BJP - Sandesh
NIFTY 10,468.65 +38.30  |  SENSEX 34,512.69 +167.78  |  USD 68.3900 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કર્ણાટકમાં હવે આવી રીતે બહુમત સાબિત કરશે BJP

કર્ણાટકમાં હવે આવી રીતે બહુમત સાબિત કરશે BJP

 | 10:26 am IST

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાલા તરફથી સરકાર બનાવવાનું નિમંત્રણ મળ્યા બાદ ગુરૂવારે ભાજપના વિધાયક દળના નેતા યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. ભાજપ પાસે બહુમત સાબિત કરવા માટે ધારાસભ્યોની પુરતી સંખ્યા નથી, પરંતુ આંકડાઓને પોતાના પક્ષમાં કરવા માટેની ખાસ યોજના જરૂર છે.

ભાજપને વિરોધ પક્ષના એ લિંગાયત ધારાસભ્યો પાસેથી ખાસ આશા છે જે કોંગ્રેસ-જેડીએસના પોસ્ટ પોલ ગઠબંધનથી નિરાશ હતાં. કારણ કે વોકલિંગા સમુદાયના કુમારસ્વામીને તેમના નેતા બનાવવામાં આવ્યાં છે.

12 લિંગાયત ધારસભ્યો યેદિયુરપ્પા સાથે જાય તેવી શક્યતા

કોંગ્રેસ અને જેડીએસના લગભગ ડઝનભર લિંગાયત ધારાસભ્યો પોતાના સમુદાયથી આવતા મોટા ગજાના નેતા યેદિયુરપ્પા સાથે જઈ શકે છે. કોંગ્રેસ તરફથી અલ્પસંખ્યક સમુદાયનું કાર્ડ ચાલવા છતાં લિંગાયત સમુદાયે ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ભાજપ તરફી જ મતદાન કર્યું હતું. કર્ણાટકમાં વોકલિંગા અને લિંગાયત સમુદાય વચ્ચે ત્યારથી દુશ્મનાવટ ચાલી આવે છે જ્યારે 2007માં ભાજપ સાથે કાર્યકાળની વહેંચણીના થયેલા જોડાણ બાદ મુખ્યમંત્રી પદ છોડવાનો ઈનકાર કરી દીધો હતો.

ભાજપ 222 બેઠકોમાંથી 104 પર જીત્યું છે. ભાજપે બહુમત સાબિત કરવા હજી 8 ધારાસભ્યોની જરૂર છે. તેવામાં પાર્ટી તરફથી વિરોધ પક્ષના જે ધારાસભ્યોને લોભાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે, તેમને વિશ્વાસ મત વખતે યેદિયુરપ્પા માટે મતદાન કરવાનું કહેવામાં આવી શકે છે.

ભાજપ એવો પણ તર્ક આપી રહી છે કે, લોકોએ કોંગ્રેસ વિરૂદ્ધ મતદાન કર્યું છે અને જેડીએસ ઘણા ઓછા અંતર સાથે ત્રીજા સ્થાને છે. આ વિધાનસભાની ચૂંટણીમાં 60 ટકા બેઠકોનો ફાયદો થવા છતાંયે ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે, તે સરકાર બનાવવાથી પાછળ નહીં હટે. ભાજપે એ પણ તર્ક રજુ કર્યો છે કે, 1996માં કેવી રીતે ગુજરાતની ભાજપ સરકારને હટાવવામાં આવી, શંકર સિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યાં પણ સરકાર ચલાવી ન શક્યા.

કાયદા મંત્રી અને ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કોંગ્રેસે જનાદેશ પર નજર કરવી જોઈએ અને તેનું સન્માન કરવું જોઈએ. રવિશંકર પ્રસાદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હોર્સ ટ્રેડિંગને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવનારા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો બરાબરનો ઉધડો લીધો હતો.