BJP leader Advani casts vote at polling booth at Shahpur in Ahmedabad
  • Home
  • Election 2019
  • 30 વર્ષ બાદ સામાન્ય મતદાતા તરીકે મતદાન કરતાં અડવાણીએ જોડ્યા બે હાથ

30 વર્ષ બાદ સામાન્ય મતદાતા તરીકે મતદાન કરતાં અડવાણીએ જોડ્યા બે હાથ

 | 2:56 pm IST

ભારતીય રાજકારણને 1990ના દાયકામાં બે ધ્રુવીય બનાવ્યા અને ભાજપને દેશભરમાં ઉભારનાર લાલકૃષ્ણ અડવાણી આ વખતે ચૂંટણી સમરથી બહાર છે. તેમની પરંપરાગત સીટ રહેલી ગાંધીનગરથી હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેદાનમાં છે. મંગળવારના રોજ અંદાજે ત્રણ દાયકાની લાંબી કેરિયર બાદ પહેલી વખત અડવાણીએ ઉમેદવારના રૂપમાં નહીં પરંતુ એક સામાન્ય વોટર તરીકે મતદાન કર્યું. આ દરમ્યાન અડવાણી ભાવુક દેખાયા હતા તેવી ચર્ચા છે.

અમદાવાદની શાહપુર હિન્દી સ્કૂલમાં બનેલા મતદાન કેન્દ્ર પર મંગળવારના રોજ બપોરે અડવાણી વોટિંગ કર્યું. કેટલાંક લોકો અડવાણીને પોતાના કેમેરામાં કેદ કરતાં દેખાયા. જો કે ગુજરાતમાં ગાંધીનગરની આ સીટ 1989થી ભાજપના કબ્જામાં જ રહી છે. ત્યારે પાર્ટીના કદાવર નેતા શંકર સિહં વાઘેલા અહીંથી જીત્યા હતા. 1991ની સામાન્ય ચૂંટણીમાં અહીંથી લાલ કૃષ્ણ અડવાણીએ પહેલી વખત જીત નોંધાવી હતી. ત્યારબાદ અહીંથી અડવાણીએ 6 વખત જીત પ્રાપ્ત કરી છે.

1996મા લખનઉની સાથે ગાંધીનગર પણ જીત્યા હતા વાજપેયી
1996મા જ્યારે અડવાણીનું નામ હવાલા સ્કેન્ડલમાં આવ્યું હતું તો તેમણે બેદાગ સાબિત થવા સુધી ચૂંટણી રાજકારણથી દૂર રહેવા અને લોકસભા ચૂંટણી ના લડવાનો નિર્ણય લીધો હતો. એ સમયે આ સીટ પરથી ચૂંટણી લડવા માટે અટલ બિહારી વાજપેયીને નિવેદન કર્યું. એ સમયે વાજપેયીએ લખનઉની સાથે ગાંધીનગર પર પણ વિજયનો પરચમ લહેરાવ્યો હતો. જો કે બાદમાં વાજપેયીએ ગાંધીનગર સીટ છોડી દીધી હતી. ત્યારબાદ થયેલ પેટાચૂંટણીમાં ભાજપના વિજયભાઇ પટેલ અહીંથી જીત્યા. 1998થી અડવાણી અહીંથી સીટિંગ સાંસદ છે.

અહીં દરેક જીતની પાછળ રહ્યા છે શાહ
બીજીબાજુ દિલચસ્પ વાત એ પણ છે કે ગાંધીનગરથી ગમે તે જીતે પરંતુ તેની પાછળ અમિત શાહની મહેનત પણ બખૂબી રહી છે. 1996થી આ લોકસભા સીટ પર સંયોજક તરીકે કામ કરી રહ્યાં છે. આ શાહ જ છે. જેમણે આ સીટને ભાજપ નેતાઓની જીત માટે તૈયાર કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન