BJP Leader Claims that Dhoni will Join BJP after retirement
  • Home
  • Featured
  • સંન્યાસ લઈને મહેન્દ્રસિંહ ધોની BJPમાં જોડાશે! પૂર્વ મંત્રીએ કર્યો દાવો

સંન્યાસ લઈને મહેન્દ્રસિંહ ધોની BJPમાં જોડાશે! પૂર્વ મંત્રીએ કર્યો દાવો

 | 8:20 pm IST

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ હવે કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોની પણ બીજેપીમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. બીજેપી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સંજય પાસવાને દાવો કર્યો છે કે, ધોની ટૂંક સમયમાં જ ટીમ મોદીનો ભાગ બનવા જઈ રહ્યો છે. પાસવાને જણાવ્યું કે, હાલ તો વાતચીત ચાલી રહી થે, અને જો તેમના પ્રયસો સફળ રહેશે તો ધોની સંન્યાસ લઈને બીજેપી સાથે જોડાઈ શકે છે.

સંજય પાસવાને એક ન્યુઝ ચેનલને આપેલાં ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે, તેમણે બીજેપીમાં સામેલ થવા માટે અનેક વાર ધોની સાથે મુલાકાત કરી છે. ધોની જલ્દીથી ક્રિકેટમાંથી સંન્યાસ લઈને બીજેપીની સદસ્યતા ગ્રહણ કરશે. પાસવાને કહ્યું કે, ક્રિકેટના માધ્યમથી ધોનીએ દેશની બહુ સેવા કરી છે, અને તે હવે સમાજ અને દેશની સેવા માટે રાજનીતિમાં આવવા જઈ રહ્યો છે.

જો કે, પાસવાને એ સ્પષ્ટ કર્યું ન હતું કે, ધોનીએ આ મામલે કોઈ અંતિમ નિર્ણય કર્યો છે કે નહીં. લોકસભા ચૂંટણી પહેલાં બીજેપીએ સંપર્ક ફોર સમર્થન અભિયાન શરૂ કર્યું હતું. અને તેના અંતર્ગત બીજેપી અધ્યક્ષ અમિત શાહે ધોની સાથે મુલાકાત કરી હતી. સંજય પાસવાને કહ્યું કે, ધોની ઉપરાંત તેમની નજર અનેક સેલિબ્રિટીઓ ઉપર છે. જે આ ક્ષેત્રોમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન