BJP Leader Narayan Rane Says Sushant And Disha Were Murdered
  • Home
  • Featured
  • BJPનાં દિગ્ગજ નેતાનો સણસણતો આરોપ, સુશાંતનું થયું હતુ મર્ડર – દિશાની રેપ બાદ કરાઈ હત્યા

BJPનાં દિગ્ગજ નેતાનો સણસણતો આરોપ, સુશાંતનું થયું હતુ મર્ડર – દિશાની રેપ બાદ કરાઈ હત્યા

 | 7:04 pm IST

બીજેપી નેતા અને મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયાન કેસમાં સણસણતા આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે સુશાંતે સુસાઇડ નથી કર્યું, પરંતુ તેનું મર્ડર થયું છે. આ ઉપરાંત દિશા વિશે વાત કરતા તેમણે કહ્યું છે કે દિશાએ પણ સુસાઇડ નથી કર્યું, પરંતુ રેપ કર્યા બાદ તેનું મર્ડર કરવામાં આવ્યું છે. બીજેપી નેતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, રિયા ચક્રવર્તી સુશાંતની સાથે તેના ઘરે રહેતી હતી. તેણે પોતાનો ફોન બંધ કરી દીધો. તે આ કેસમાં આરોપી છે અને તે હવે ગાયબ છે અને પોલીસને તેના વિશે કોઈ જાણકારી નથી.

સુશાંતને કોણ ધમકાવી રહ્યું હતુ?

આખરે કોણ સુશાંતને છેલ્લા 20 દિવસથી ધમકાવી રહ્યું હતુ જેના કારણે તેણે પોતાનું સિમ રોજ બદલવું પડ્યું? આખરે તેની તપાસ કેમ નથી થઈ રહી? તેમણે આગળ કહ્યું કે દિશા સાલિયાનનું મોત 8 જૂનનાં થયું હતુ. તેનું પોસ્ટમોર્ટમ 9 જૂનનાં થયું હતુ. શું તે સુશાંત સાથે રહેતી હતી? શું પોલીસે આ વાતની તપાસ કરી છે? મારી પાસે તેના પોસ્ટમોર્ટમની જાણકારી છે જેમા કહેવામાં આવ્યું છે કે તેણે સુસાઇડ નથી કર્યું, પરંતુ તેની હત્યા થઈ છે. આખરે પોલીસ આ મામલે ચુપ કેમ છે?

આરોપીઓને બચાવવાના થઈ રહ્યા છે પ્રયત્ન

રાણેએ કહ્યું કે આ સરકાર એ લોકોને બચાવી રહી છે જે આ મામલે ફસાઈ શકે છે. આ મહત્વપૂર્ણ મુદ્દો છે અને આ મુદ્દાથી ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે. અનેક લોકોની માફક મને પણ લાગે છે કે આ સુસાઇડ નથી, પરંતુ મર્ડર છે. 50 દિવસ વીતી ચુક્યા છે અને મુંબઈની વિશ્વપ્રસિદ્ધ પોલીસ અત્યાર સુધી આ કેસમાં સાચા ગુનેગારને શોધી શકી નથી. તેમણે કહ્યું કે, હું વિશ્વાસથી કહી શકુ છું કે આ મામલે પ્રભાવશાળી લોકો કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સૂરજ પંચોલીની હાઉસ પાર્ટી 13 જૂનના થઈ હતી આખરે એ વિશે પૂછપરછ કેમ કરવામાં નથી આવી રહી. મુંબઈ પોલીસ આ મામલે ન્યાય ના આપી શકે. આખરે મુંબઈ પોલીસ કમિશ્નર આટલા નારાજ કેમ છે? આખરે બીએમસીએ બિહારનાં આઈપીએસ ઑફિસરને કેમ ક્વોરન્ટાઇન કર્યા?

પોલીસ અને સરકાર પર કોનો દબાવ?

નારાયણ રાણેએ આગળ કહ્યું કે, આ ડીનો મોર્યા કોણ છે? તેનું ઘર સુશાંતના ઘરેથી થોડુંક જ દૂર છે. અનેક મિનિસ્ટર્સ ડીનોના ઘરે આવ્યા હતા. તે દિવસે પાર્ટીના દિવસે ડીનોના ઘરેથી નીકળે સૌ સુશાંતના ઘરે ગયા હતા. આ કંઇક છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પોલીસ અને સરકાર પર કંઇક દબાવ છે. તેમણે કહ્યું કે, દિશાનો પરિવાર પણ દબાવમાં છે. જ્યારે આ લોકો એક ઑફિસરને ક્વોરન્ટાઇન કરી શકે છે તો દેખીતું છે કે તેમનો પરિવાર પણ ખુલીનો વાત નથી કરી શકી રહ્યો. અમે તેના પોસ્ટમોર્ટ રિપોર્ટને યોગ્ય સમયે સબમિટ કરીશું. અમે એ લોકોના નામ પણ જણાવીશું જે આ મામલે આરોપીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ વિડીયો પણ જુઓ: મુંબઈના અનેક વિસ્તારમાં ભારે વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન